Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કચ્છના નાના રણમાં ગાજવીજ સાથે દોઢથી બે ઇંચ વરસાદ- ભચાઉ, રાપરમાં અડધો પોણો ઇંચ, વૃક્ષો, થાંભલા ધરાશાયી

સતત ત્રીજે દિવસે હવામાન પલટાયું

ભુજ, તા.૬: નિસર્ગ વાવાઝોડાની અસર પૂર્વ કચ્છમાં સતત ત્રીજે દિવસે પણ વરતાઈ હતી. ખાસ કરીને કચ્છના નાના રણમાં જયાં દરિયાને અડીને મીઠાના અગરો આવેલા છે.તેવા સુરજબારીથી માણાબા પંથકમાં જોશભેર દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે મીઠાના અગરોમાં પાણી ભરાયા છે. તો, ભચાઉના કાંઠાળ વિસ્તાર જંગી, વાઢીયા, શિકારપુરમાં અને રાપર શહેર ઉપરાંત ધોળાવીરા, બાલાસર, મોવાણા સહિતના ૨૫ જેટલા ગામોમાં વેગીલા વાયરા સાથે અડધો થી પોણો ઇંચ વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો તેમ જ થાંભલા ધરાશાયી થયા હોવાનું જાણવા મળે છે.

(2:38 pm IST)