Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જામનગરના સચાણામાં જમીન બાબતે જુથ અથડામણ : ૮ને ઇજા : ૨ ગંભીર

ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈએ ૨૫ કરોડમાં આખી કોંગ્રેસ ખરીદી શકાય તેવા ટોણાનો સણસણતો જવાબ : સરકારે કોરોનાની મહામારીમાં લોકોના આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના હિતની ચિંતા કરવી જોઈએ નહિં કે ધારાસભ્યોની ખરીદી : ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની તડાપીટ

જામનગર : તસ્વીરમાં સચાણામાં થયેલ જુથ અથડામણના ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૬ : જામનગરનાં સચાણા ગામે જમીન બાબતે જુથ અથડામણ થતા ૮ને ઇજા પહોંચી છે જ્યારે ૨ ગંભીર છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર નજીક આવેલ સચાણા ગામે આજે સવારે બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જે ઘટના ઘટી તેમા બન્ને જૂથના કુલ ૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જયાં બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

બનાવની જાણ થતા પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તારણમાં જમીન બાબતે ચાલતા ઝઘડામાં આ અથડામણ થયાનું સામે આવે છે, પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

(3:19 pm IST)