Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગીર સોમનાથના ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો: આંબા પરથી કેરીઓ ખરી પડી

ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન

સોમનાથ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન થયું છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વાદળોમાં કાળા ડિંબાગ વાદળો થઈ ગયા હતાં અને તોફાની પવન શરૂ થયો હતો ત્યાર બાદ પવનની સાથે સાથે વરસાદ પણ ખાબક્યો હતો. વરસાદી ઝાપટું પડતાં ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ તુટી પડતાં આંબા પરથી કેરીઓ ખરી પડી હતી જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન પહોંચ્યું છે.

(1:31 pm IST)
  • સીઝન શરૂ કરવા માટે આઈપીએલ પરફેકટ છે, પણ એ પહેલા કેમ્પ જરૂરી છેઃ દીપક ચહર access_time 2:36 pm IST

  • મને ભાજપે કહેલ કે તમે આવશો તો ગમશે ! હુ ભાજપમાં નથી જવાનોઃ અમરીશ ડેર કહે છે કે આ સમયે ધારાસભ્યે પોતાના મત વિસ્તારમાં રહેવુ જોઇએઃ રાજકોટ આવી પહોંચેલ કોંગી ધારાસભ્યનો ધડાકોઃ આવી રીતે ભેગા થયેલા ધારાસભ્યો કોને મત આપશે ? તેની કોને ખબર છે ? મારે બધી પાર્ટીના નેતા સાથે સારા સંબધ છે access_time 4:01 pm IST

  • ભારતમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં ઝડપી ઉછાળો : કોરોનાના એક જ દિવસમાં પહેલીવાર નવા કેસનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 10,429 કેસ વધ્યા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2, 46, 530 કેસ નોંધાયા : 1,20,879 એક્ટિવ કેસ : કુલ 1, 18,592 દર્દીઓ રિકવર થયા :વધુ 297 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 6947 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2739 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 82,968 થઇ : તામિલનાડુમાં નવા 1478 કેસ :દિલ્હીમાં 1320 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST