Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

માંડલમાં બે સોની વેપારી ઉપર ગોળીબાર

પૈસાની લેતી દેતી બાબતે દેશી કટ્ટાથી ફાયરીંગ કરી પાઇપ વડે હુમલો કરતા બન્નેને વિરમગામ ખસેડાયા

વઢવાણ,તા.૬: અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે દુકાનેથી પરત આવી રહેલા ૨ વેપારી પર ફાયરિંગ સહિત ખૂની હુમલો થયો છે.

પૈસાને લેવડ દેવડ બાબતે દેશી કટ્ટા થી ફાયરિંગ સહિત લોખંડની પાઇપ અને બેઝ જેવા દ્યાતક હથિયારોથી હુમલામાં દ્યવાયેલ બંને શખ્સોને વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સાંજે સૌરભ જવેલર્સ ના માલિક સૌરભ દિનેશભાઈ સોની અને તેના બનેવી પરેશકુમાર ચંદ્રકાંત સોની ખંભલાવ મંદિર પાસે આવેલી દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ક્રિષ્ના હોસ્પિટલ ની બાજુમાં પહોંચતા સ્વીફટ ગાડી માં આવેલા સફી અને વસીમ નામના શખ્સો દ્વારા બાઈક આડે કરી  ગાડી થોભાવી લોખંડની પાઇપ બેઝ વડે હુમલો કરેલ ત્યારે સૌરભ સોની બચી ને દૂર જતા દેશી કટ્ટા વડે ફાયરિંગ કરાતા સૌરભ સોનીના પગમાં છરા ઘૂસી ગયેલા અને હાથમાં ફેકચર થયેલ જયારે પરેશ કુમાર સોની ના બંને પગે અને હાથમાં ફ્રેકચર થતાં સારવાર માટે વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ જે બાબતની જાણ થતા માંડલ પોલીસ શિવ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સૌરભ સોનીના જણાવ્યા અનુસાર સતી નામનો શખ્સ તેના મોટાભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો જે ઉદ્યરાણી પતાવવા સૌરભ ઉપર દબાણ કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા શુક્રવારે સવારે માંડલ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ઘ ફરિયાદ આપવામાં આવેલ હતી.

(1:26 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 2.80 લાખ માલવાહક વાહન ધારકોને ભરવાનો થતો એપ્રિલ અને મે એમ બે મહિનાનો માલ વાહક વાહન વેરો રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે access_time 9:46 pm IST

  • સુરતમાં આજે યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સીલની બેઠક : પરીક્ષા ફી-પરિપત્ર સહીતના મુદા પર થશે ચર્ચા : વિવિધ નિર્ણય લેવામાં આવશે access_time 10:06 am IST

  • અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો: મોડાસામાં શહેરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો : મોડાસા શહેરમાં રસ્તાઓ મુકેલા બેરિકેટિંગ હવામાં ફંગોળાયા: ભિલોડા, મેઘરજ અને ધનસુરામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો access_time 6:21 pm IST