Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગોંડલમાં તસ્કરોનું કોમ્બીંગઃ પ દુકાનો તુટી

તસ્વીરમાં દુકાનોના તુટેલા શટર નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી -ગોંડલ)

ગોંડલ તા. ૬: ગોંડલમાં ગઇકાલે રાત્રે તસ્કરો કોમ્બીંગ કરી પ દુકાનોના તાળા તોડ્યા હતા.

પ્રાપ્ત થયેલ વિગત મુજબ ગોંડલના હાર્દસમા જેલચોકમાં આવેલ પ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. આ પ દુકાનોમાં ડેરી ફાર્મ, મોબાઇલ, ફર્નિચર તથા ઓટો ગેરેજની દુકાનોનો સમાવેશ થાય છે. તસ્કરો કેટલી મતા ચોરી ગયા તે જાણવા મળેલ નથી. બનાવ અંગે સીટી પોલીસમાં જાહેરાત  થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડોગસ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

(1:26 pm IST)