Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સવારે મેંદરડામાં દોઢ ઇંચ, માળીયામાં અર્ધો ઇંચ વરસાદઃ જુનાગઢમાં જોરદાર ઝાપટુ

વ્હેલી સવારે જ મેઘરાજાની પધરામણી

જુનાગઢ તા. ૬ : આજે સવારે મેંદરડામાં દોઢ ઇંચ અને માળીયામાં અર્ધો ઇંચ વરસાદ ખાબકયો હતો જયારે જુનાગઢમાં જોરદાર ઝાપટુ વરસતા પાણી વહેતા થઇ ગયા હતા.

નિસર્ગ વાવાઝોડાની ઇફેકટ બાદસૌરાષ્ટ્ર અને સોરઠમાં પ્રિમોમુસન એકટીવી શરૂ થઇ ગઇ છે ગઇકાલે જુનાગઢ જિલ્લામાં વાતાવરણ અકંદરે સામાન્ય રહ્યું હતું વાદળા પણ જોવા મળ્યા ન હતા અને વરસાદનું એક પણ ટીપુ વરસ્યુ ન હતું જેથી હવે ૧પ જુન પછી જ મેઘરાજાનું આગમન થશે તેવું અનુમાન લોકોએ કયૃં હતું.

પરંતુ આજે વ્હેલી સવારે જુનાગઢમાં અચાનક જ મેઘરાજાએ એન્ટ્રીમારી હતી ચાર મિનીટ સુધી મેઘરાજા જોરદાર રીતે તુટી પડયા હતા. જેનાં કારણે થોડી જ વારમાં જુનાગઢનાં માર્ગો પર પાણી વહેતા થઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ચાર જ મિનીટ વહાલ વરસાવીને મેઘરાજા અલોપ થઇ ગયા છતાં આ લખાય છે ત્યારે જુનાગઢમાં વાદળછાયુ વાતાવરણ પ્રવર્તે છે.

જુનાગઢનું સવારનું લઘુતમ તાપમાન ર૭ ડિગ્રી રહ્યું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહેલ અને ૧૦.૬ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

જુનાગઢની માફક આજે વ્હેલી સવારે મેંદરડા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ઓચિંતી જ પધરામણી કરી હતી.

મેંદરડાનાં છેવાડાનાં અને સીમ વિસ્તારમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રીથી  મેંદરડા મામલતદાર કચેરીઓ કાર્યરત રહેતા કંટ્રોલ રૂમ ખાતે ૧૮મીની  એટલે કે દોઢ ઈંચ પાણી પડ્યાનું નોંધાયુ હતું.

જ્યારે મેંદરડામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘરાજાએ માત્ર છાંટા જ વરસાવીને  સંતોષ મળ્યો હતો.

નિસર્ગ વાવાઝોડાની સંભાવના વચ્ચે માળીયા હાટીના પંથકમાં શરૂ થયેલી મેઘસવારી આજે પણ ચાલુ રહી હતી. વ્હેલી સવારે માળીયામાં અર્ધો ઇંચ વરસાદ થયો હતો. અગાઉ અહિં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જુનાગઢ, મેંદરડા અને માળીયા સિવાયનાં વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી પરંતુ સવારથી વાદળછાયુ વાતાવરણ હોવાથી મેઘરાજા ગમે ત્યારે પધારે તેવી શકયતા જોવાઇ રહી છે.

(1:25 pm IST)