Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પૂ.ભોલેબાબાજીની કાલે પુણ્યતિથી

વાંકાનેર તા. ૬: સદગુરૂ પૂ. ભોલેબાબાજીની કાલે ૩૪મી પુણ્યતિથી છે.

ભોલેનાથજીનો જન્મ રાજસ્થાનમાં બિયાવર ગામમાં બ્રાહ્મણ કુળમાં થયેલ હતો. માતાનું નામ રાધાદેવી અને પિતાશ્રી ગણેશદાસજીના આર્શિવાદથી પૂ. બાબાજીનેે ૧૬ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો અને હરિની હેડકી ઉપડી ગઇ... બાબાજીએ ૧૬ વર્ષની ઉંમરે વૃંદાવનમાં શ્રી મોહનદાસજી મહારાજનો ભેટો થયો. એમની સાથે સત્સંગ થતા એમને પૂ. મોહનદાસજી બાપુને ગુરૂ બનાવ્યા. ગુરૂજીના સાનિધ્યમાં વૃંદાવનની તીર્થ ભુમીમાં કઠોર-તપસ્યા સાધના કરી ત્યાર બાદ રાજસ્થાનમાં અંબાજી પાસે પીઠવાળામાં ૧૨ વર્ષે કઠોર તપ આદર્યુ ધુણો જાગૃત  કરી, ધેધુર જંગલમાં ૧૨ વર્ષ તપસ્યા કરેલ હતી. પીંડવાળામાં એક પતરાની ઝુપડી બાંધી ગણપતીની મૂર્તિ રાખી ભજન-તપસ્યા કરેલ. ત્યારબાદ પૂ. ભોલેબાબાજી ગુજરાત તરફ અમદાવાદ-ડાકોર પધાર્યા.

સૌ પ્રથમ હરિદ્વારના કુંભમેળામાં પૂ. પાદશ્રી ભોલેબાબાજીને જોડીયા 'રામવાડી'ના મહંત પૂ.સંતશ્રી ભોલેરામબાપૂ મળેલા હતા અને સૌરાષ્ટ્રમાં આવવા માટે આગ્રહ કરેલ હતો.

અમૂક સમય બાદ ઈ.સ. ૧૯૭૪ આસપાસ રાજકોટમાં પૂ. ભોલેબાબાજી શ્રીનાથજી મઢીએ સૌપ્રથમ  આવેલા હતા.  ત્યાં પૂ.શ્રી ભોલેદાસજીબાપુ તથા ભકતજનો પૂ. બાબાજીના દર્શન કરવા ગયેલા અને જોડીયા આવાનો આગ્રહ કર્યો હતો.

પાવનકારી પગલાથી બનેલી  જોડીયાની ભુમી વિશેષ પાવન બની ઈ.સી. ૧૯૭૪ આસપાસ જોડીયાધામમાં પૂ.સદગુરૂદેવજી ભોલેબાબાજી પધાર્યા.. પૂ. બાબાજીના આગમનથી આ ભૂમી વિશેષ પાવન બની... એવા સંતના પગલા પડ્યા હતા.

અહીયા શ્રી હનુમાનજીના વાસ છે. પૂ.  બાબાજીએ જોડીયા રામવાડીના અનન્ય સેવક શ્રી જેન્તીભાઇ વડેરાને આ જગ્યામાં સાત સ્તંભનું મંદિર બનાવાનો  આદેશ કર્યો. પહેલા નાનુ મંદિર ચણાયુ બાદમાં ભવ્ય સાત સ્તંભનું મંદિર ચણાયુ. પૂ. સંતશ્રી ભોલેબાબાજીની ઉપસ્થિતીમાં - તેમજ જુનાગઢ ગિરનાર મંડળના સંતો - મહંતોની હાજરીમાં ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ હતો. સિહોરથી બ્રાહ્મણો આવ્યા- હજારો સંતો મહંતોને ભકતોની હાજરીમાં દાદાની પ્રતિષ્ઠા થયેલ જેનુ નામ પણ પૂ. બાબાજીએ શ્રી જ્યોતિ સ્વરૂપ બાબા હનુમાનજી મહારાજ દાદા રાખ્યુ હતું.

આ ઉપરાંત પૂ. બાબાજીની આજ્ઞાથી જોડીયાધામની રામવાડીમાં સૌ પ્રથમવાર ઈ.સ. ૧૯૮૦માં પહેલી સંગીતમય રામકથા મોરારીબાપુની યોજાયેલ હતી. ત્યારબાદ રામવાડીમાં પૂ. મનહરલાલજી મહારાજ- પૂ. શ્રી રમેશભાઇ ઓઝા - શ્રી કિશોરદાસ અગ્રાવત - પૂ. શ્રી રામકૃષ્ણશાસ્ત્રીજી શ્રી હરેશ્વરીબેનની નવકથા યોજાયેલ છે. આ જગ્યામાં પાંચ વખત શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાની જમાત- આવેલ છે.

ત્યારબાદ પૂ. સંતશ્રી ભોલેબાાબજીની આજ્ઞા અનુસાર 'રામવાડી'માં શ્રી હનુમાનજી દાદાના પાવન સન્મુખ અખંડ શ્રી રામાયણજીની ચોપાઇના પાઠ અનુષ્ઠાન શરૂ થયા. જે એક નહિ. બે નહિ પુરા ૧૦૮ અખંડ રામાયણજીની ચોપાઇના  પાઠ જોડીયાના નગરજનોએ કર્યો . ત્યારબાદ અવાર નવાર અખંડ પાઠ થતા હતા. તેમજ પૂ. બાબાજીની આજ્ઞા અનુસાર આજેય દર શનિવારે સાંજે ઙ્ગ'સુંદરકાંડ'ના પાઠ સામુહિકમાં ભકતજનો કરી રહ્યા છે. જે ૪૭ વર્ષથી સુંદરકાંડના પાઠ થાય છે. .. તેમજ શનિવારે રાત્રે દીપમાળાની આરતી થાય છે.

જુનાગઢ - ગિરનાર તળેટીમાં શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડા ખાતે પૂ.બાબાજીની આજ્ઞા અનુસાર ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંન્દ્ર ભગવાનનું મંદિર બનેલુ છે જેની પ્રતિષ્ઠા પૂ. ભોલેબાબાજીની સમાધિ મંદિર પણ છે. પૂ. બાબાજી સતાધાર પાસે આવેલ શ્રી મૌની આશ્રમે પણ અવાર-નવાર જતા હતા. શ્રી વિશ્વભરનાથ મહાદેવજીનું મંદિર બનાવેલ છે. પૂ. બાબાજી તાલાલા ગીર મુકામે શ્રી ઉદાસીન આશ્રમમાં પૂ. શ્રી સુમિરનદાસબાપુના આશ્રમે અવાર-નવાર જતા હતા. ગીર પંથકમાં ખૂબ જ પર્યટન કરતા હતા.

રાજકોટમાં આજીવસાહતમાં જયસુખભાઇ જશાણીના કારખાને પૂ.બાબાજી પધારતા હતા. તેમજ શ્રી નાથાબાપા પેઢડીયા (ત્રિશુલ પંમ્પવાળા શ્રી દિનેશભાઇ પેઢડીયાના કારખાને પણ પૂ. બાબાજીની મુર્તિ બિરાજમાન છે.  નજીક મઇકા ગામે ડાયાભાઇ ખુંટ પરિવાર પાસે પૂ. બાબાજીએ આઇશ્રી ખોડિયાર માતાજીનું મંદિર  બનાવેલ છે. જેની સ્થાપના  પણ પૂ. બાબાજીની ઉપસ્થિતીમાં થઇ હતી.

પૂ. ભોલેબાબાજીએ સત-સેવા અને ધર્મના કાર્યો કરેલા હતા તેઓ અવાર-નવાર ભકતજનો પાસે શ્રી દ્વારકાધીશ ભગવાનની ધ્વજા - નાથદ્વારામાં શ્રીનાથજી બાબાની ધ્વજા  ચડાવાનું કહેતા હતા. તેઓની ઉપસ્તિથીમા હજારો સાધુ સંતોની હાજરીમાં સંતોના ભંડારા  થયેલા છે.  પૂ. સંતશ્રી ભોલેબાબાજીએ ગિરનાર-તળેટીમાં ઉદાસીન અખાડા ખાતે તા. ૧૩/૬/૮૭ને (જેઠ વદ-૨)ના દેહ છોડ્યો જેમના દેહ વિલયના સમાચાર સાંભળતા સૌરાષ્ટ્ર  ગુજરાત - રાજસ્થાન થી સાધુ સંતો - અને  વિશાળ સેવક સમુદાય જુનાગઢ મુકામે શ્રી ઉદાસીન પંચાયતી અખાડા ખાતે તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે ઉમટેલ હતો.

સદગુરૂદેવશ્રી ૧૦૦૮ ભોલેબાબાજીની (જેઠ વદ-૨)ના તા.૭ને રવિવારે (૩૪મી) પુણ્યતીથી આવે છે. પૂ. ભોલેબાબાજીના ચરણોમાં વંદન ....

(1:25 pm IST)