Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચોટીલામાં ચામુંડા માતાજી મંદિરના દ્વાર સોમવારથી ભકતો માટે ખુલશે

ચોટીલા - વઢવાણ તા. ૬ : કોરોનાના કહેર સામેઙ્ગ દેશ અને ગુજરાતમાં પણ સૌ પહેલી વખત ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા છે.ઙ્ગ આ ધાર્મિક સ્થળો લગભગ સિત્તેર દિવસથી દર્શનાથી માટે બંધ રાખવામાં આવેલ છે. જયારે હવે અનલોકઙ્ગ ૧માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.

તેમાં ૮ જૂન ના રોજ ધાર્મિક સ્થળોને સરકારના નિયમનું પાલન કરવામાં આવે તે રીતે ખોલવામાં આવી રહ્યા છે. જેમાં સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવુંઙ્ગ તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો વધુ લોકો ભેગા ન થાય તે બાબતનું ધ્યાન રાખવું આ બાબતે કાળજી રાખવામાં આવે તેઙ્ગ ખૂબ જરૂરી છે ત્યારે ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીનું મંદિર પણ આગામી ૮ જુનના રોજ ખોલવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે ૧૮ માર્ચના રોજ આ મંદિર લોકડાઉનમાં બંધ કરવામાં આવેલ હાલ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા સરકારના નિયમનું પાલન થાય તેમજ વધુ લોકો એક સાથે ભીડમા ન રહે તે માટે દર્શનાથી ઓને પણ આ બાબતે દર્શનાથીને જાગૃત કરવા પ્રયત્ન કરશે.ભકતો માટે માતાજીના દ્વાર ખુલવાના સમાચારથી ઉત્સાહ વધ્યો છે.

(1:23 pm IST)