Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચોટીલામાં ગાયમાતા દેવ થતાં વિધિપૂર્વક દફન કરી શ્રધ્ધાંજલી

ગંગા નામની ગાય વર્ષોથી કાઠી પરિવાર સાથે ઘરના સભ્ય જેમ રહેતી હતી.

વઢવાણ,તા.૬ : ચોટીલાના કાઠી સમાજના યુવા કાર્યકર અને હ્યુમન રાઇટ્સ સંસ્થાના હોદેદાર તથા ચોટીલાના અગ્રણી પત્રકાર રણજીતભાઇ રૂખડભાઇ ધાધલના પરિવારની ગંગા નામની ગાય નું અચાનક ટુંકી બીમારીમાં અવસાન થયું હતું.

જયારે આ પરિવાર સાથે વર્ષો થી રહેતી આ ગંગા ગાય ધાધલ પરિવાર સાથે કુટુંબના લાડલા સભ્ય જેવી બની ગઇ હતી. આ પરિવારે પણ આ ગંગા ગાયની સાર સંભાળ ખુબ જ ઉતમ રીતે કરીને જીવદયા અને માનવતાનો અદભુત સંદેશ અન્યો માટે પ્રેરણારૂપ બને તેમ આપ્યો હતો.

ખાસ કરી ને રણજીતભાઇ ધાધલના બન્ને પુત્રો મહાવીરભાઇ ધાધલ તથા યશ્વજીતભાઇ ધાધલને ગંગા પ્રત્યે ખુબ જ લાગણી હતી. પરંતુ અચાનક બીમાર પડતા ગંગા ગાયનું મૃત્યુ થતાં આખો ધાધલ પરિવાર શોક મગ્ન બની ગયો હતો. અને આ ગંગા ગાય ની હિંદુ શાસ્ત્રોકત વિધિ મુજબ મંત્રોચ્ચાર વચ્ચે દફન વિધિ અને ફુલહાર કરી ગંગા ગાયમાતાને ધાધલ પરિવારે રડતી આંખે ભાવભીની વિદાય આપી હતી. એક અબોલ પશુ પણ મનુષ્યના પરિવાર સાથે લાગણી અને રૂણાનુબંધના કેવા બંધન થી બંધાઇ જાય છે તેનુ ઉતમ દ્રષ્ટાંત ચોટીલા માં જોવા મળ્યુ હતું.

(1:22 pm IST)