Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સરકારના આત્મનિર્ભર પેકેજને આવકારતા મોરબી જિ. ભાજપ પ્રમુખ સાંસદ

મોરબીમાં કુદરતી પાણી નિકાલમાં અવરોધ દુર કરવા રજુઆત

 મોરબી,તા.૬:રાજય સરકાર દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેરાત કરવામાં આવી છે જે સરાહનીય કદમને આવકારી સાંસદ અને ભાજપ પ્રમુખે રાજયના સીએમ અને ડેપ્યુટી સીએમનો આભાર માન્યો છે.

મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આભાર પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોના મહામારીને પગલે ઉદભવેલ પ્રતિકુળ પરિસ્થિતિમાંથી રાજયના અર્થતંત્રને પુનઃ વેગવંતુ કરવા રાજય સરકારે રૂ ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવા બદલ રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાદ્યવજીભાઈ ગડારા અને સમસ્ત મોરબી જીલ્લા ભાજપ પરિવાર સરકારના પેકેજને આવકારી સરાહનીય કાર્ય બદલ પ્રસંશા પણ કરી છે.

 મોરબી શહેરના કુદરતી પાણીના નિકાલના વોકળાઓ પર થયેલ દબાણો દુર કરવા સંસ્થાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોકળા પરના દબાણો અંગે અગાઉ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત જાણ કરવામાં આવી છે રવાપર રોડ પર એક જગ્યાએ જેસીબી ચાલતું જોવા મળ્યું હતું જોકે દરેક જગ્યાએ દબાણ દુર થાય તેવી માંગ કરી છે કુદરતી રીતે પાણીના નિકાલ માટેના વોકળા પરના દબાણો હટાવવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(2:02 pm IST)