Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

નાની મોલડીના ૧૮ લાખના દારૂ પ્રકરણમાં નાસતો ફરતો વિક્રમ ચૌહાણ પકડાયો

રાજકોટ રેન્જના સ્પે. સ્કવોડના પી.એસ.આઇ. જે.એસ. ડેલાની ટીમે મોરબીમાં દબોચી લીધો

સુરેન્દ્રનગર  તા. ૬ : સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડીના ૧૮ લાખના દારૂ પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને મોરબી પંથકમાંથી રેન્જના સ્પેશ્યલ સ્કવોડે દબોચી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીઆઇજી સંદીપસિંહ દ્વારા અપાયેલ સુચના અન્વયગે સ્પેશીયલ સ્કવોડના ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિંહ પરમાર, કરશનભાઇ કલોત્રા, રૂપકબહાદુર હસ્તબહાદુર તથા ડ્રા. સમીરભાઇએ નાની મોડી પો.સ્ટે. ખાતે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોલેરો પીકઅપ તથા આઇસર મેટાડોરમાં ભરેલ કુલ રૂ. ૧૮,૦૦,૦૦૦ના દારૂ પ્રકરણમાં છેલ્લા ૧૦ માસથી નાસતા-ફરતા આરોપી વિક્રમભાઇ હકાભાઇ ચૌહાણ રહે. મુળ-ચીરોડા તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર હાલ પીપડી રોડ મોરબી વાળાને શીશમ કારખાના પાસેથી પકડી પાડી હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ-૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરૂરી સુચના સાથે મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સોંપી આપેલ છે અને નાની મોલડી પો.સ્ટે.ને આ અંગેની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે.

(1:19 pm IST)