Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમરેલી જીલ્લામાં ૧૨ પોઝીટીવ પૈકી ત્રણ ડીસ્ચાર્જઃ એકનું મોત

૩૮૨ લોકો સામે હોમ કોરેન્ટાઇન્ટ ભંગનો ગુન્હો દાખલઃ કચેરીમાં સેનેટાઇઝશેન

અમરેલી,તા.૬: અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના દ્યણા રાજયો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. અમરેલી જિલ્લામાં આજે તા. ૫ જુનના એક કેસ મળી કોરોનાના કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી ૩ દર્દીઓ સાજા થઈને દ્યરે ગયા છે અને એક નું દુઃખદ અવસાન થયું છે. તા. ૪ જૂને કોવિડ-૧૯ના શંકાસ્પદ ૫ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૩૪૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૩૩૩ શંકાસ્પદ વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જિલ્લામાં આજરોજ ચેકપોસ્ટ પર ૨૯૭ વાહનોનું ચેકીંગ કરાયું, જયારે ૧૨૬૩ મુસાફરો જિલ્લા/રાજય બહારના હતા. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ ૬૦૯૪ પૈકી ૫૯૭૭ વ્યકિતઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૨૭૧ વ્યકિતઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ઙ્ગ

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૩ હજારથી વધુ દ્યરના કુલ ૧૮ હજારથી વધુ વ્યકિતઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી કોઈ વ્યકિતઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી નથી. આજદિન સુધીમાં કુલ ૩૮૨ લોકો સામે હોમકોરેન્ટાઇન ના ભંગ બદલ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. ઙ્ગઉપરાંત ૨૧૦૫ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.

(1:17 pm IST)