Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જુનાગઢની મહિલા સાથે ઇન્સ્ટ્રાગ્રામથી ફ્રેન્ડશીપ કરીને રૂ.૪.૩૬ લાખની છેતરપીંડી

પોલેન્ડ, ન્યુયોર્ક અને દિલ્હીના શખ્સો સામે ફરિયાદ

જુનાગઢ તા.૬ : જુનાગઢની એક મહિલા સાથે ઇન્સ્ટ્રાગામથી ફ્રેન્ડશીપ કરી બાદમાં રૂ.૪.૩૬ લાખની છેતરપીંડી કર્યાની પોલેન્ડ, ન્યુયોર્ક  અને દિલ્હીના શખ્સો સામે પોલીસ ફરિયાદ થઇ છે.આઅંગેની વિગત એવી છેકે જુનાગઢમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ગોકુલનગરમાં રહેતા નિહારીકાબેન ચંદ્રપાલભાઇ રાવ  (ઉ.વ.૪પ) સાથે ત્રણેક શખ્સો પહેલા પોલેન્ડનો ડોમેનીકો ગ્રેબીયલે અને ન્યુયોર્કનો ડો. માઇક ઇન્સ્ટ્રાગામથી ફ્રેન્ડશીપ કરેલ.

બાદમાં ડોમેનીકો ગ્રેબીયલેગીફ મોકલેલ આથી દિલ્હી સ્થિત ઇઝી લીન્ક કુરીયર સર્વિસની એક મહિલાએ નિહારીકાબેનનો સંપર્ક કરેલ અને કુરીયર કલીયરન્સનાં રૂ.ર.૮પ લાખ નિહારીકાબેન પાસેથી મેળવી લીધેલ.

આ પછી ન્યુયોર્કનાં ડો. માઇકે ગીફટ મોકલેલ હોવાનું કહી દિલ્હીની એક કુરીયર સર્વિસ પણ રૂ.૧,પ૧,પપપ મહિલા પાસેથી પડાવી લીધા હતા.

આમ નિહારીકાબેનને ચારેયે વિશ્વાસમાં લઇ રૂ.૪,૩૬,૧પપની રકમ મેળવી ગીફટ નહી મોકલી. છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ ગત રાત્રે કરતા પી.એસ.આઇ. આર.બી.સોલંકી હાથ ધરી છે.

(1:15 pm IST)