Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ પકડાયા

તસ્વીરમાં જુગાર  રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)

જેતપુર તા.૬ : જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ચાલતા જુગારના અખાડા ઉપર રેઇડકરી ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

શહેર પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન ભોજાધાર વિસ્તારમાં રહેતા મકસુદ ચૌહાણ નામનો શખ્સપોતાના ઘેર જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે ભોજાધાર વિસ્તારમાં મકસુદના ઘેર જુગાર અંગેની તીનપતીનો જુગાર રમતા હેમંત ચીનાભાઇ ગોહેલ, અજય ધીરૂભાઇ ડાભી, જગદીશ છગનભાઇ મકવાણા, પ્રવિણ ગોબરભાઇ જાદવ, ઇરફાન રફીકભાઇ, તેમજ મકાન માલીક મકસુદ રજાક ચૌહાણ (રહે. તમામ ભોજાધાર)ને રોકડ રૂ.૧ર,૩૭૦નો સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:14 pm IST)