Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સંકલીત બાળ વિકાસ યોજના જૂનાગઢ ઘટક-૨માં ૩ થી ૬ વર્ષ સુધીના બાળકોને આરોગ્યપ્રદ સુખડી વિતરીત

જૂનાગઢ, તા. ૬ :  ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ઘાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્યા છે. જાતિય સમાનતાનો સિદ્ઘાંત મહિલાઓ બાળકોને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. રાજય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્યાણ, સશકિતકરણ અને ઉદ્ઘાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે. ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્યાપ સમગ્ર દેશમાં છે.

મહિલા અને બાળકોના કલ્યાણ માટે કુટુંબ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, આરોગ્ય શિક્ષણ, ન્યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્યાન  કેન્દ્રીત કરી મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્યાં પગલાં લે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશકિતકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.

ગુજરાત આઈસીડીએસ કાર્યક્રમ બાળક આરોગ્ય, પોષણ અને વિકાસ માટે સાકલ્યવાદી અભિગમ તરફ તેના બાળકોને રાજય પ્રતિબદ્ઘતા પ્રતીક છે. ૩ થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા માટે, બાળકના યોગ્ય, માનસિક શારીરિક અને સામાજિક વિકાસ માટે, મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શાળા ડ્રોપઆઉટના માટે, બાળ વિકાસના પ્રોત્સાહન માટે વિવિધ વિભાગો વચ્ચે નીતિ અને અમલીકરણ માટે અસરકારક સંકલન, સામાન્ય આરોગ્ય અને યોગ્ય પોષણ અને આરોગ્ય શિક્ષણ દ્વારા બાળકના પોષણ જરૂર સંભાળ માતા ક્ષમતા વધારવા માટે પોષણ સેવાઓ આઈસીડીએસ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી ગુણવંતીબેન પરમારની દેખરેખ તળે જૂનાગઢ આઇ.સી.ડી.એસ. ઘટક-૨માં સુખડી વિતરણનું સુચારૂ રીતે કાર્ય થઇ રહ્યુ છે. મજેવડી સેજાનાં ૩૨ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ ૩ થી ૬ વર્ષ સુધીની વયજુથમાં આવતા બાળકોને પુરક પોષણ મળી રહે તે માટે મુખ્ય સેવીકા દુધીબેન પટોળીયાનાં સુપરવીઝન  હેઠળ આરોગ્યપ્રદ નિયત માત્રામાં નિઃશુલ્ક વિતરણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે  સીડીપીઓ શ્રીમતી પરમારે જણાવ્યુ કે આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો દ્વારા સરકારશ્રી દ્વારા પુરા પડાતા કાચા માલથી આરોગ્ય પ્રદ સુખડીનું નિર્માણ કરી નોંધાયેલ ત્રણ વર્ષથી ઉપર અને ૬ વર્ષથી નીચેની વયજુથનાં બાળકોને એક-એક કીલો સુખડી હાથો હાથ કાર્યકર્તા બહેનો ઘરે ઘરે જઇને વિતરીત કરી રહી છે.

(1:12 pm IST)