Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભાવનગરમાં વધુ ૨ કોરોના પોઝીટીવઃ કુલ કેસ ૧૩૫

ગાયત્રીનગરનાં યુવકને અને પાલીતાણાના અનીડા ગામના વ્યકિતનો રિપોર્ટ પોઝીટીવ

ભાવનગર, તા. ૬ :. ભાવનગરમાં વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક વધીને ૧૩૫ થયો છે. આજના બન્ને કેસ અમદાવાદથી ભાવનગર આવેલાના છે. આમ ભાવનગરમાં અમદાવાદ સુધી સહિતના જીલ્લાઓમાં થતી અવરજવરથી પોઝીટીવ કેસો વધી રહ્યા છે.

કોરોના વાયરસ ભાવનગર શહેર-જીલ્લામાં દિવસે દિવસે વધી રહ્યો હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે શનિવારે શહેર-જિલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે.

ભાવનગર શહેરના ગાયત્રીનગર કેમલ સોસાયટીમાં રહેતા સંજયભાઈ રાજુભાઈ રાઠોડ (ઉ.વ. ૨૬) અમદાવાદથી ભાવનગર આવી ઘરે જતા પહેલા સીધા સર ટી હોસ્પીટલ ખસેડાયેલ જ્યાં તેમનો રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યારે ભાવનગર જીલ્લાના પાલીતાણાના અનીડા ગામે રહેતા લાલજીભાઈ નરસીભાઈ રાઠોડનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. લાલજીભાઈ પણ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. આમ આજના બન્ને કેસ અમદાવાદ કનેકશન ધરાવે છે.

આ સાથે ભાવનગરમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા વધીને ૧૩૫ થઈ છે.(

(12:58 pm IST)