Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કચ્છમાં ઓકિસજન થેરેપીથી કોરોનાની સારવારમાં પટેલ વૃધ્ધા થયા સ્વસ્થ : ૧૨૬ સેમ્પલ નેગેટિવ : ૧૦ રિપોર્ટ પેન્ડિંગ

ભુજ,તા.૬:કચ્છમાં કોરોનાનો ગ્રાફ ઉતાર ચડાવ ભર્યો રહ્યો છે. પોઝિટિવ દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે નેગેટિવ રિપોર્ટ એન્ડ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. ગઈકાલે ટેસ્ટ કરાયેલા ૧૨૬ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તો, ૧૦ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. જયારે ૬૦ વર્ષીય પટેલ વૃદ્ઘા કસ્તુરબેન નાકરાણીને ઓકિસજન થેરેપી દ્વારા અપાયેલી સારવાર કારગત નીવડી છે. આ પટેલ વૃદ્ઘાને રજા અપાઈ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોઈ ઓકિસજન થેરેપી અનુસાર એમને ઊંધા સુવડાવીને ઓકિસજન અપાયો હતો.

ઘણા જ મુશ્કેલ કેસોમાં આ પદ્ઘતિ સફળ રહેતી હોવાનું તબીબી સંશોધન છે. પ્રોન થેરેપી તરીકે ઓળખાતી આ સારવારના સફળ પરિણામથી તબીબો પણ ખુશ છે. આ સાથે જ કચ્છમાં કોરોનાના કુલ ૮૩ દર્દીઓ પૈકી સાજા થનારાઓની સંખ્યા વધીને ૪૦ થઈ છે.જયારે પ ના મોત નિપજયા છે.

(11:54 am IST)