Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બહેનો દ્વારા વડસાવિત્રી વ્રતની ઉજવણી

પ્રભાસપાટણ તા. ૬ : વડસાવિત્રી વ્રત નિમિતે સોમનાથ મંદિરની સામે આવેલ પ્રાંચીન વટવૃક્ષની બહેનો દ્વારા પુજા કરેલ હતી.

વડવૃક્ષને દેવવૃક્ષ કહે છે તેના મુળમાં બ્રહ્માજીનોવાસ છે અને વડમાં ભગવાન ષ્ણિનો વાસ છે અને તેની શાખાઓમાં દેવોનો દેવ મહાદેવ રહે છે.વડ સાવિત્રના વ્રતે સોમનાથ મંદિરની પાસે આવેલ ૪પ૦ વર્ષ પ્રાચીન વડ વૃક્ષનું પુજન થયું અને મહિલાઓમાં પોતાના અખંડ સૌભાગ્ય અને કલ્યાણ માટે પુજા કરી વડના વૃક્ષને સુતરના તાતણે બાંધી ભાવ ભકિત પૂર્વક વ્રતનું સમાપન કરેલ.

જુના સોમનાથ પાસે આવેલા આ વડ નિચે જ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારના દ્રઢ સંકલ્પની જાહેરાત કરેલ હતી જે જાણકારો કહે છે.

તો પ્રસાણપાટણના દેહાત્સર્ગ પાસે આવેલો ભીમગાઢનો વડ તો ૬પ૦ થી પણ વધારે પ્રાંચીન છે સોમનાથ પાસેનો આ વડ ૪પ૦ વરસથી વધુ પ્રાંચીન છે. તેને બહેનોએ સુતરના તાતણા બાંધી અને વડની પુજા કરેલ હતી.

(11:51 am IST)