Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જસદણના ગૌરવરૂપ મહિલા તબીબ

ડો.રીંકલ સામાણી અમદાવાદ ખાતે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે

જસદણ,તા.૬:જસદણના મહિલા તબીબ ડો.રીંકલ સામાણી જેઓ કોરોના પ્રસારના કપરા સમયમાં અમદાવાદની ફ્રન્ટલાઈન સિવિલ હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં ફરજ અદા કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેર હાલ ગુજરાત રાજયનું કોરોના પોઝીટીવ કેસોનું હબ બની ગયું છે. ત્યારે જસદણના મહિલા તબીબ ડો.રીંકલ સામાણી કોરોના પોઝીટીવ દર્દીઓની સાથે રહી યોગ્ય સારવાર પૂરી પાડી રહ્યા છે.

હાલ ડો.રીંકલ સામાણીના પતિ ડો.કુશલ સામાણી જસદણમાં ખાનગી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ દિવસ અને રાત જોયા વગર પોતાના પરિવારથી અળગા રહી કોરોના પોઝીટીવ દર્દીઓની સેવા બજાવી રહ્યા છે. માનવ ભક્ષી કોરોના વાયરસના નામથી જ કમ્પી જવાઈ એવા આઈ.સી.યુ. વિભાગમાં કાર્ય કરવું એ સરહદ પરની લડાઈથી કઈ ઓછું આંકી ન શકાય. બધા લોકોએ આ મામલો ખુબ જ બારીકાઈથી લેવો જોઈએ અને જસદણના આ મહિલા તબીબ માટે ગર્વ લેવો જોઈએ. જસદણના આ તબીબ મહિલા હાલ પોતાના પતિથી અને પરિવારથી અળગા રહી દેશની અને દેશવાસીઓની પોતાના જીવના જોખમે સેવા કરી રહ્યા છે.

(11:47 am IST)