Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મુળી મંદિરે અસ્મિતા મારા મલકની પુસ્તક વિમોચન

ડીઝીટલ સમયમાં પણ પુસ્તક સાચો મિત્ર છેઃ રામબાપુ

ચોટીલા,તા.૬:મૂળી તાલુકાનાં ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થળોને આવરી લઇ તૈયાર કરેલ 'અસ્મિતા મારા મલકની 'પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર તાલુકામાંથી સંતો મહંતો અને રાજકિય અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

મૂળી તાલુકામાં અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકો આવેલ છે અને આ સ્થળોની પોતાની આગવી ઓળખ છે.જયાં લોકોની આસ્થા પણ તેટલીજ જોડાયેલ છે ત્યારે આ સ્થળનાં ઇતિહાસ અને જગ્યાનું શું મહત્વ છે તે ઘર ઘર અને લોકો સુધી પહોંચે તે માટે યુવા પત્રકાર જયદેવ ગોસ્વામી દ્રારા પોતાની કલમે કંડારી 'અસ્મિતા મારા મલકની' પુસ્તક તૈયાર કરવામાં આવ્યુછે.જેનો વિમોચન કાર્યક્રમ મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતે શુક્રવારે યોજાયો હતો જેમાં દુધઇ વડવાળા મંદિરનાં મહંતઙ્ગ રામબાલકદાસબાપુ મૂળી સ્વામિનારાયણ મંદિરનાં મહંત શ્યામસુંદરદાસજીનાં હસ્તે પુસ્તક વિમોચન કરાયુ હતુ આ પ્રસંગે રામબાલકદાસબાપુએ ડીઝીટલ યુગમાં પણ પુસ્તક સાચો મિત્ર હોવાનું જણાવી પુસ્તકનું મહત્વ સમજાવ્યુ હતુ જયારે શ્યામસુંદરદાસજી સ્વામીએ જો આપણી અસ્મિતા આપણે વાંચેલ હશે તો તેની જાળવણી કરી સકીશુ અને તેનુ મહાત્મ્ય સમજી શકાશે.તેમ જણાવી પુસ્તક વાંચનનો મહિમા સમજાવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા ડીસ્ટ્રીકટબેંકનાં ચેરમેન હરદેવસિંહ પરમાર ,પદ્યુમનસિંહ પરમાર ,મામલતદાર હર્ષ પટેલ ,પી એસ આઇ ડી જે ઝાલા, તાલુકાવિકાસ અધિકારી ધિરેન સોનારા, સહિત અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબારામભાઇ દુમાદિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ભાજપ કોંગ્રેસ એક મંચ પર

મૂળી તાલુકામાં અનેક કાર્યક્રમો થાય છે જેમાં કોઇને કોઇ રાજકિય ગ્રહણ હોય છે અને રાજકિય અગ્રણીઓની સુચક ગેરહાજરી હોય છેઙ્ગ ત્યારે અસ્મિતા મારા મલકની પુસ્તક વિમોચનમાં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષનાં અગ્રણીઓ એકમંચ પર સાથે આવતા કાર્યક્રમ વધુ રસપ્રદ બન્યો હતો.

(11:46 am IST)