Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મેઘરાજાની રાત્રીના તોફાની સટાસટીઃ હળવદ-૪, મોરબી-બોટાદ-૩, ટંકારા-ર, માળીયામિંયાણા-૧ાા, વાંકાનેર-ગઢડા (સ્વામીના)માં ૧ ઇંચ વરસી ગયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારો યથાવતઃ પવન સાથે વરસતા વરસાદથી અનેક જગ્યાએ ભારે નુકશાન

પ્રથમ તસ્વીરમાં ગોંડલના મોવીયામાં વાવણી કાર્ય, બીજી તસ્વીરમાં જસદણમાં વરસતો વરસાદ, ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીર : હરેશ ગણોદીયા-ભાવેશ ભોજાણી (ગોંડલ) હુસામુદ્દીન કપાસી, જસદણ)

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે.

ગઇકાલે મોડી રાત્રીના પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને તોફાની પવન સાથે સટાસટી બોલાવી હતી.

રાત્રીના મોરબી જીલ્લાના હળવદમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો જયારે મોરબીમાં ૩ અને ટંકારામાં ર ઇંચ વરસાદ પડયો હતો.

જયારે બોટાદમાં-૩ ઇંચ વરસાદથી પાણી-પાણી થઇ ગયું હતું.

મોરબીના માળીયામિંયાણામાં દોઢ, વાંકાનેર અને ગઢડા (સ્વામીના) માં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

જો કે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારો યથાવત છે. અને પવન સાથે વરસતો વરસાદથી અનેક જગ્યાએ ભારે નુકશાન થયું છે.

હળવદ

હળવદ : ગઇકાલે શુક્રવારે સાંજે ૮ વાગ્યાથી ૯:૩૦ સુધી ભારે કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. દોઢ કલાકમાં ૪ ઇંચ વરસી ગયો હતો. હળવદ ઉપરાંત સુંદરગઢ, કડીયાણા, માથક, ચુપણી વિગેરે ગામોમાં પણ વરસાદ પડયો હતો. અમુક ગામોમાં વૃક્ષો ધરસાઇ થવાના સમાચાર પણ છે.

એકદમ ગરમીનો સામનો કરી રહેલા લોકોને ભારે વરસાદથી ગરમીમાં રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

મોરબી

મોરબી : જિલ્લામાં શુક્રવારે વરસાદી માહોલ જામ્યો હતો. બપોરના ઉકળાટ બાદ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી હતી. જેમાં શુક્રવારે રાત્રે ૮થી ૧ર દરમિયાન મોરબીમાં સવા બે ઇંચ, ટંકારમાં બે ઇંચ અને વાંકાનેર-માળીયામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં શુક્રવારે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને વરસાદ મનમૂકીને વરસ્યો છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી તો વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. છેલ્લા ર૪ કલાકમાં મોરબી જીલ્લામાં વરસાદી આકડા જોઇએ તો મોરબીમાં ૬૬ એમએમ, વાંકાનેર ર૬ એમએમ. હળવદ ૮પ એમએમ, ટંકારા પર એમએમ અને માળીયામાં ર૯ એમએમ વરસાદ નોંધાયો હતો.

ટંકારા

ટંકારા : ટંકારામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદપર મીલીમીટર વરસાદ પડયો હતો. ટંકારામાં રાત્રીના દસ વાગ્યા પછી જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો. ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડેલ ૪૦ મીનીટમાં બાવન મીલીમીટર વરસાદ પડેલ છે. ગામડાઓમાં પણ સારો વરસાદ પડેલ છે.

ભાવનગર

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડયો છે. શહેર જીલ્લાના વરસાદી માહોલ જામી રહ્યો છે અને મેઘરાજા ધીમીધારે કૃપા વરસાદી વરસ્યા છે. ભાવનગર શહેરમાં મોડીરાત્રે ભારે પવન સાથે એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જયારે મહુવા, ઘોઘા, તળાજામાં અર્ધાથી

પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે જીલ્લાના અન્ય તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા છે.

ભાવનગર જીલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગરમાં ર૧ મીમી, મહુવામાં ૧૯ મીમી, ઘોઘામાં ૧૭ મીમી, તળાજામાં ૧ર મીમી, ઉમરાળામાં  ૭ મીમી, ગારીયાધારમાં ૪ મીમી, પાલીતાણામાં ર મીમી વરસાદ નોંધાયો છે.

સમગ્ર ભાવનગર જીલ્લામાં આજે શનિવારે પણ સવારથી ૪ વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું છે અને વરસાદની શકયતા છે. વરસાદી માહોલ બંધાતા ગરમીમાં રાહત થઇ છે અને વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

જસદણ

જસદણ : જસદણ વિંછીયા પંથકમાં શુક્રવારે મોડી સાંજે પવનના સુસવાટા વચ્ચે જોરદાર વરસાદ ઝાપટુ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આખા દિવસના સખત ઉકળાટ બાદ બન્ને તાલુકાના ર૦ જેટલા ગામડાઓમાં અડધોથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

વિંછીયા

વિંછીયા : વિંછીયામાં ગઇકાલે બપોર બાદ હળવા ભારે ઝાપટા તથા રાત્રીના મોડે સુધી મંગળ મેઘ કૃપા થતા સવા ઇંચ જેટલુ પાણી પડી ગયું છે.

વરસાદને લઇ વારંવાર વીજળી રાણીના રૂષણા શરૂ થઇ ગયા છે. વીજળી ગૂલ થાય ત્યારે લોકો બફારાથી પરસેવે ન્હાઇ રહ્યા છે. !!

વિંછીયામાં બે દિવસમાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે.

અમરેલી

અમરેલીઃ અમરેલી શહેરમાં કાલે રાત્રીના ગાજવીજ સાથે અડધોથી પોણો ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ગઇ હતી.

મોરબી

 

મોરબી

૭૩ મી.મી.

વાંકાનેર

ર૬ મી.મી.

હળવદ

૯૭ મી.મી.

ટંકારા

પપ મી.મી.

માળીયામિંયાણા

૩ર મી.મી.

બોટાદ

 

રાણપુર

પ મી.મી.

ગઢડા(સ્વામીના)

ર૪ મી.મી.

બરવાળા

૯ મી.મી.

બોટાદ

૬૬ મી.મી.

રાજકોટ

 

જસદણ

રર મી.મી.

પડધરી

૩ મી.મી.

રાજકોટ

૪ મી.મી.

વિંછીયા

૧૧ મી.મી.

જુનાગઢ

 

જુનાગઢ

ર મી.મી.

મેંદરડા

૧૮ મી.મી.

માળીયાહાટીના

૬ મી.મી.

ભાવનગર

 

ભાવનગર

ર૧ મી.મી.

મહુવા

૧૯ મી.મી.

ઘોઘા

૧૭ મી.મી.

તળાજા

૧ર મી.મી.

ઉમરાળા

૭ મી.મી.

ગારીયાધાર

૪ મી.મી.

પાલીતાણા

ર મી.મી.

અમરેલી

 

અમરેલી

૮ મી.મી.

ખાંભા

૮ મી.મી.

જાફરાબાદ

૭ મી.મી.

બાબરા

૧૮ મી.મી.

લાઠી

૯ મી.મી.

લીલીયા

૭ મી.મી.

કચ્છ

 

રાપર

૧૧ મી.મી.

(11:44 am IST)