Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ધોરાજી કોંગ્રેસ શાસિત પાલિકામાં ગેરરીતિ સામે વિજીલન્સ તપાસની માંગણી કરતું ભાજપ

ધોરાજી,તા.૬:શહેર ભાજપના પ્રમુખ વિનસ માથુકિયા પાલિકા વિરોધ પક્ષના નેતા પરેશ વાગડીયા એ ધોરાજી નગરપાલિકા વિરુદ્ઘ પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકા કચેરી રાજકોટ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નગરપાલિકાઙ્ગ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ડેપ્યુટી કલેકટર ધોરાજી વિગેરેને સંબોધીને લેખિતમાં ફરિયાદ કરતા ધારાસભ્ય ના નેજા હેઠળ ચાલતી કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકા માં ગેરરીતિ સામે વિજીલન્સ તપાસ કરવાની માગણી કરી હતી.

ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનેસ માથુકિયા તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ વાગડીયા એ સંયુકત લેખિત ફરિયાદમાં જણાવેલ કે ધોરાજી નગરપાલિકામાં ધારાસભ્યની રાહબારી નીચે સત્ત્।ાધીશો દ્વારા ગેરરીતિ આચરી નગરપાલિકાના નો ગેર વ્યય કરી નાણાંનિધિ ને મોટું નુકશાન કરેલ છે.

ભાજપના આગેવાનોએ લેખિત ફરિયાદમાં જણાવેલ કે ધોરાજી નગરપાલિકા માં સત્ત્।ાધીશો અને કોન્ટ્રાકટર તેમજ અમુક અધિકારી દ્વારા અને અમુક બ્રાન્ચો માં સત્ત્।ાધીશો દ્વારા દબાણથી જુદી જુદી બ્રાંચમાં અમૂક ખોટી હાજરી પૂરી રોજમદારો ના ૧૦થી ૧૨ લાખના બીલો બને છે અને કોન્ટ્રાકટર સાથે મળી રાખેલ કર્મચારીને સરકારના નિર્ણય વિરુદ્ઘ પગાર ખોટા ચૂકવે છે તથા સરકારશ્રીના નિયમ મુજબ ની પહોંચ પણ રજુ કરતા નથી વાહન વ્યવહાર સ્ટેશન તથા વોટર વર્કસ માં રાખેલ માણસો ની સામે કામગીરી અને તે બ્રાન્ચો માં થયેલ જુદા જુદા ખર્ચની તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ જાણવા મળશે.

તેમજ શાકમાર્કેટ નો જુનો માલ સામાન પાડી અને તમામ કાટમાળ બગીચામાં સ્ટોર કર્યો હતો હાલમાં આ માલ સામાન બારોબાર ગાયબ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે અને વર્ષો જુના બગીચામાં રહેલા વૃક્ષો નિયમ મુજબ કાર્યવાહી કર્યા વગર વૃક્ષોનું છેદન કરી તેનું લાકડું પણ બારોબાર સગેવગે કરેલ છે તે અંગે ચીફ ઓફિસર પાસે તપાસ કરતા તેવું જાણવા મળેલ છે કે રેકોર્ડ મુજબ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી તો નગરપાલિકા ની માલિકીના બગીચામાં આટલી મોટી ગેરરીતી કરવામાં કરવામાં આવેલ છે.

નગરપાલિકાની સાધારણ સભામાં બહાલીની અપેક્ષાએ મંજૂર એવા વિષયો લઈ અને હુકમો ની માહિતી સભ્યોને બોર્ડ પહેલા કે બોર્ડ માં આપવામાં આવતી નથી અને પાછળથી તેઓ હુકમો નીઙ્ગ બહાલી મેળવે છે દ્યણા કામો કર્યા બાદ બહાલી મૂકે છે અને ગઈ તારીખ ૨૬. ૩. ૨૦ ના બોર્ડ માં મુકેલ હુકમો ના કામો ના મંજુર થયેલ છે તેમ છતાં કામો કરેલ છે તેવા લાખોનો ખર્ચ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલા લેવાની માગણી કરી હતી

ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ શાસિત હોવાથી જે વોર્ડમાં ભાજપના સભ્યો ચુંટાયેલા છે તે વોર્ડમાં સરકારશ્રીની ગ્રાન્ટો ના કામોમાં ભેદભાવ રાખવામાં આવે છે આ ફરિયાદ સરકારમાં કરેલ ત્યારે સત્ત્।ાધીશો સાથે સમાધાન કરેલ તેનો પણ બંધ કરી હાલે ભેદભાવ રાખી તેમના વોડ માં નાની મોટી ગલીઓ સહિત ૧૦૦ ટકા રસ્તાઓ લીધેલ અને ભાજપના ચૂંટાયેલા સભ્યોના વોર્ડમાં મુખ્ય રસ્તાઓ ના કામો લીધેલ નથી તેની સામે અમારા ભાજપના સભ્યો દ્વારા આપની પાસે કલમ ૨૫૮ મુજબ ઠરાવનો અમલ મોકૂફ રાખવા માટે રજૂઆત કરેલી છે

ઉપરોકત બાબતે ભાજપના આગેવાનોએ વધુમાં જણાવેલ છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષમાં મધુરમ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવેલ નવા રોડ-રસ્તા ના કામો થયેલ છે તે તમામ કામો ટેન્ડરની શરતો મુજબ કરવામાં આવેલ નથી જેમાં રોડની થિકનેસ અને ડામર ની ટકાવારી ટેન્ડરની શરતો મુજબ કરવામાં આવેલ નથી જેની દ્યણી બધી લેખિત ફરિયાદ પણ કરવામાં આવેલ છે તો આવા થયેલ કામોની યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી જવાબદાર કોન્ટ્રાકટરના બીલો હાલ મંજૂર ન કરવા તથા અગાઉ થયેલા રોડના કામો માં નિયમ મુજબ સમય મર્યાદા મુજબઙ્ગ ઙ્ગકામ કરવાના હોય છે તેવા પેચ વર્ક ના કામો એજન્સી દ્વારા કરવામાં આવતા નથી અને જે સમય મર્યાદા ટેન્ડરમાં પેચવર્ક ના કામો સૂચવેલ હોય તે સમય નીકળી જાય તે માટે સત્ત્।ાધીશો સાથે મળી અને તેનીઙ્ગ પેચવર્ક કરવાની જવાબદારી છે તેમાંથી તે છટકવા માગે છે તો આ વિષય યોગ્ય તપાસ કરી યોગ્ય પગલા લેવાની માગણી કરી હતી.

(11:41 am IST)