Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના મહામારીમાં રાષ્ટ્રહિતના નિર્ણયો સ્વીકારજોઃ પૂ. મોરારીબાપુ

લોકડાઉનના નિયમોના પાલન સાથે શ્રોતાઓ વગરની શ્રીરામકથાનો તલગાજરડામાં પ્રારંભઃ યુ-ટયુબ અને આસ્થા ચેનલ ઉપર જીવંત પ્રસારણ

પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજથી તલગાજરડા ખાતે લોકડાઉનના નિયમોના પાલન સાથે શ્રીરામકથાનો પ્રારંભ થયો છે. પૂ. મોરારીબાપુએ માથા ઉપર પોથી યાત્રા લઈને વ્યાસપીઠ સુધી પહોંચ્યા હતા ત્યાર બાદ શ્રીરામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૬ :. કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકો ઘરે બેઠા જ પૂ. મોરારીબાપુની કથાનો લાભ લઈ શકે તે હેતુથી આજથી તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ થયો છે. શ્રોતાઓ વગરની પહેલી શ્રીરામકથાનું જીવંત પ્રસારણ આસ્થા ચેનલ ઉપર થઈ રહ્યુ છે.

પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના પ્રથમ દિવસે જણાવ્યુ હતુ કે કોરોનાને પ્રસરતો અટકાવવા માટે રાષ્ટ્રહિતના જે નિર્ણયો લેવામાં આવે તેનો સ્વીકાર કરજો.

 સમગ્ર વિશ્વ અને ભારત પર અચાનક આવી પડેલી મહામારી કોરોનાને કારણે સમગ્ર સૃષ્ટિ અને રાષ્ટ્ર સામેના કપરા અને મૂંઝવણભર્યા કાળમાં સતત ૬૧ દિવસ સુધી પૂજય મોરારીબાપુએ વિશ્વને સર્વે ભવન્તુ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા કહીને સર્વભૂત હિતાય , સર્વ ભૂત પ્રિતાય અને સર્વભૂત સુખાય હરિકથા- સત્સંગની સરવાણી વહાવી હતી.

વિશ્વના અસંખ્ય શ્રાવકોએ આ સત્સંગ શ્રવણનો લાભ લઇ, આવા કપરા સમયે બાપુની કરુણાના સહારે ઇશ્વર પરની આસ્થાને ટકાવી રાખી હતી. અને એમનાં આશ્વાસનથી આપત્ત્િ। સામે શ્રદ્ઘાનું આધ્યાત્મિક અને આત્મિક બળ પ્રાપ્ત કર્યું હતું.

હાલમાં, હજુ પણ મહામારીનો કહેર મટ્યો નથી. એટલે પ્રશાસન દ્વારા કોઈ પણ ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ છે જ. રાષ્ટ્રીય હિત માટે પ્રશાસન દ્વારા જે કોઈ નિર્ણયો જાહેર થાય, તેનો પૂજય બાપુ સાદર સ્વીકાર કરે છે તેમ જ પૂરા રાષ્ટ્રને તેનો સ્વીકાર કરવા વિનમ્ર અનુરોધ પણ કરે છે.હાલના સંજોગોમાં વ્યાસપીઠના શ્રોતાઓની લાગણી અને માગણી છે કે પૂજય બાપુ દ્વારા ફરી રામકથા ગાનનો આરંભ થાય. તેથી ભાવિકોની લાગણીને સ્વીકારીને પૂજય બાપુએ શનિવાર ૬ જૂનથી ૧૪ સુધી સવારના ૯.૩૦ થી ૧૨.૦૦ સુધી વ્યાસપીઠનાં નિયમ મુજબ જ નવ દિવસિય રામકથાનો પ્રારંભ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

પૂજય બાપુ દ્વારા ૧૪ વર્ષની ઉંમરે પોતાના જીવનની સૌ પ્રથમ કથા જે સ્થળે કરી હતી, એ ત્રિભુવન વટની નીચે જ રામકથા ગાન આરંભાશે.આ કથા શ્રોતાઓને આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાના યુટ્યુબનાં માધ્યમથી લાઈવ માણવા- સાંભળવા મળશે.માત્ર ઓડિયો- વિડિયો રેકોર્ડિંગ અને કેમેરા મેન જ સોશિયલ ડિસ્ટન્સના તમામ પ્રમાણિત નિયમોને સ્વીકારીને બાપુ સામે ઉપસ્થિત રહેશે.વ્યાસપીઠ પરથી પૂજય બાપુ કથાગાન કરશે અને જે રીતે પ્રત્યેક કથા નું લાઇવ પ્રસારણ થતું એ જ રીતે નવદિવસિય કથા અનુષ્ઠાન થશે.

આ મંગલ સમાચારથી કથા શ્રાવકોમાં હર્ષ વ્યાપ્યો છે.

મારા કોઈ વકતવ્યથી કોઈપણ વ્યકિતને દુઃખ લાગ્યું હોય તો હું ક્ષમા માગું છું : મોરારીબાપુ

જામનગર : આજે તલગાજરડા ખાતે થી પૂજય બાપુ શ્રોતા અને સંગીત વગરની કથાનું નામ માનસ ગુરૂવંદના નામઙ્ગ આપી કથાના પ્રારંભેઙ્ગ કહ્યું હતું કે હું સંવાદ નો વ્યકિત છું હું વિવાદ કરતો નથી પરંતુ મારા વ્યકતવ્યથી કોઈપણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું કથાના પ્રારંભે પ્રણામ સાથે ક્ષમા માગું છું.

(2:36 pm IST)