Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોડીનારના માલશ્રમ ગામમાં સીડી પરથી પડી જતાં અરશીભાઇનું મોત

કોળી યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૬: કોડીનારના માલશ્રમમાં રહેતાં અરશીભાઇ કાળાભાઇ મોરશીયા (કોળી) (ઉ.વ.૩૮) તા. ૨/૬ના રોજ ઘરે સીડીએથી પડી જતાં માથામાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. પોતે બોટમાં મજૂરી કરતાં હતાં. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કાગળો કરી કોડીનાર પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)