Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ટંકારામા મોડી રાત્રે અનરાધાર બે ઇંચ વરસાદ ખાબકતા વાવણી લાયક વરસાદ નોંધાયો

ગાજવીજ પવનના સુસવાટા સાથે ભયનુ લખલખુ ફેલાઈ એવી મેઘરાજાની એન્ટ્રી

ટંકારા : ટંકારામા મોડી રાત્રે અનરાધાર બે ઇંચ વરસાદ ખાબકતા વાવણી લાયક વરસાદ નોંધાયો છે,મામલતદાર  કચેરી ખાતે બે ઈચ વરસાદ નોંધાયો  છે 52 મીમીથી ખાતુ ખુલ્યું  છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ મળે છે

 ગાજવીજ પવનના સુસવાટા સાથે ભયનુ લખલખુ ફેલાઈ એવી મેઘરાજાની એન્ટ્રી થઇ છે રોયણ રેલાઈ હોય આજે ચોથા દિવસે પણ વરસાદે વારો વદાળયો છે સુપડાની ધારે વરસાદ વરસ્યો છે સર્વત્ર પાણી પાણી થઈ પડયુ છે ઉનાળુ વાવેતરનો સોથ બોલી ગયો  હોય ખેડુતોને વેઠવી પડશે નુકસાની તેમ મનાય છે

(12:22 am IST)