Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

હળવદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : ભારે પવનથી ગ્રામ્ય પંથકમાં છાપરા-પતરા પણ ઉડી ગયા

કડીયાણા ગામમાં વૃક્ષ ટ્રેક્ટર પર પડયું: પાંડાતીરથ ગામે બાગાયતી ખેતીમાં પણ નુકસાન

 

હળવદમાં પણ ધોધમાર વરસાદ હાલ ચાલુ છે. જે અંદાજે એક કલાકથી લગાતાર ચાલુ હોવાના વાવડ મળી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી વહેતા થઈ ગયા છે.ગતરાત્રીના અને આજે આવેલ વરસાદને કારણે હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના ઘણા વિસ્તારોમાં છાપરાં ઉડયા હતા તેમજ મકાનોનાં પતરાં પણ ઉડ્યા છે પાંડાતીરથ ગામે વૃક્ષો ધરાશાયી થયા હોવાના વાવડ મળી રહ્યા છે. જ્યારે કડીયાણા ગામમાં વૃક્ષ ટ્રેક્ટર પર પડયું હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે પાંડાતીરથ ગામે બાગાયતી ખેતીમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

(10:27 pm IST)