Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વાંકાનેર પંથકમાં અનરાધાર વરસાદ: જોરદાર પવનથી કલાવડી ગામે પોલ્ટ્રી ફાર્મ ધ્વસ્ત : અનેક મરઘાના મોત

ખેરવા ગામના રાજકોટ રોડ પર ઝાડ ધરાશયી થતા રોડ બંધ

વાંકાનેર તાલુકાના નવી કલાવડી અને ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે એકાદ કલાક પૂર્વે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાં ખાના ખરાબી સર્જાઈ હતી જેમાં નવી કલાવડી ગામના ખેડૂતનું ગામની સીમમાં આવેલ 5000 મરઘાની કેપેસીટી વાળું પોલ્ટ્રી ફાર્મ ભારે પવનના કારણે ધ્વસ્ત થઈ ગયું હતું જેમાં અમુક મરઘાના મોત થયા હતા બીજી બાજુ ફાર્મ હાઉસમાં નુકસાન થયું હતું.

 ખેરવા ગામમાં રાજકોટ રોડ ઉપર બસ સ્ટેશન પાસે એક ઝાડ પડી જતાં રાજકોટ રોડ બંધ થઈ ગયો હોવાની પણ વિગતો મળી રહી છે. જ્યારે ટંકારામાં અત્યારે સામાન્ય વાતાવરણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(10:19 pm IST)