Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મોડીસાંજે મોરબીમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ : વેરાઈ શેરીમાં મકાન ધરાશાયી : કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ

રાત સુધી એકધારો વરસાદ ચાલુ : વીજળીના કડાકા ભડાકા સાથે ફૂકાતો ભારે પવન

 

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો યથાવત રહ્યો છે. મોરબી શહેરમાં લખાઈ છે ત્યારે વરસાદ ચાલુ છે

  સાંજે ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. જેને લીધે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાની પણ વિગતો મળી રહી છે. શહેરની સોની બજારમાં આવેલ વેરાઈ શેરીમાં એક મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ માળિયામાં પણ હાલ ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. સાથે મીની વાવાઝોડું હોય તેવો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે

(10:11 pm IST)