Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જુનાગઢ રેન્જના આઇજી સુભાષ ત્રિવેદી દ્વારા વાર્ષિક ઇન્સપેકશન

જુનાગઢ તા.૬: જુનાગઢ રેન્જના આઇજી શ્રી સુભાષ ત્રિવેદી દ્વારા વાર્ષિક ઇન્સપેકશન હાથ ધરવામાં આવેલ છે.

રેન્જ આઇજી શ્રી સુભાષ ત્રિવેદી આજે સવારે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જયા તેઓએ વાર્ષિક ઇન્સપેકશન કરી કાયદો વ્યવસ્થા અને સલામતીના મુદે પોલીસ સ્ટાફને સુચના આપી હતી. વિસાવદર બાદ આઇજી શ્રી ત્રિવેદી દ્વારા જુનાગઢ મહિલા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યુ હતું. બપોર બાદ જુનાગઢ ડીવાયએસપી કચેરીની મુલાકાત લઇ આઇજી શ્રી સુભાષ ત્રિવેદી દ્વારા ઇન્સપેકશન કરવામાં આવશે.

(2:05 pm IST)