Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

શિક્ષણના પ્રસાર માટે રાજ્ય સરકાર તમામ સહકાર આપશેઃ વિજયભાઇ રૂપાણી

સુરેન્દ્રનગરમાં રૂ.૨.૫ કરોડના ખર્ચે ૨ હજાર વાર જમીનમાં નિર્માણ થયેલ સતવારા સમાજની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનુ લોકાર્પણઃ દાતાઓ તથા તેજસ્વી છાત્રોનુ સન્માન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સતવારા સમાજની હોસ્ટેલનુ લોકાપણ કરાયુ તે તસ્વીરમાં નજરે પડે છે

વઢવાણ, તા.૬: 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્ત્।ે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભારતીય સંસ્કૃતિ અંગેનો સ્પષ્ટ મતઆપતાં જણાવ્યું હતું કે, સમગ્ર જીવસૃષ્ટિના સંરક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ સંકળાયેલી છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પર્યાવરણના જતન, સંવર્ધન તથા સંરક્ષણ માટે રાજયભરમાં આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવવાની નેમ વ્યકત કરી હતી, જેને ઉપસ્થિત જનસમુદાયે સહર્ષ વધાવી લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાણીને રીસાઈકલ કરવા, રીયુઝ કરવા તથા પાણીનો વપરાશ રીડયુસ કરવા પર ભાર મુકયો હતો અને રાજયભરની નદીઓના શુધ્ધિકરણ માટે રાજય સરકારે તબક્કાવાર લીધેલા પગલાંઓની વિગતો પણ રજુ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજયમાં શિક્ષણના પ્રસાર તથા ઉત્ત્।ેજન માટે રાજય સરકાર તમામ પ્રકારનો સહકાર પુરો પાડશે. મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત જનસમુહ પાસે સ્ત્રી શિક્ષણનો વિશેષ આગ્રહ સેવ્યો હતો અને સમાજની તમામ દીકરીઓની પ્રગતિ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

સતવારા સમાજની લાક્ષણિકતાઓ રજુ કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સમાજના નાગરિકોના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ સતવારા સમાજને મહેનતુ, પ્રામાણિક અને પરોપકારી ગણાવી આજે લોકાર્પિત કરાયેલા સમાજોપયોગી બિલ્ડીંગના નિર્માણ બદલ સમગ્ર સતવારા સમાજનો રાજય સરકાર વતી ઋણ સ્વીકાર કર્યો હતો અને આ બિલ્ડીંગનું ઉદ્દદ્યાટન કરવાનો મોકો મળ્યો, તે બદલ ખુશાલી વ્યકત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના સુકકા વિસ્તારોમાં નર્મદાનીર પહોંચાડી સમગ્ર વિસ્તારને નવપલ્લવિત કરવાની રાજય સરકારની પ્રપ્તિબધ્ધતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ તકે દોહરાવી હતી અને રાજયભરમાં અમલી બનાવાયેલી જળસંચય તથા જળવિતરણની વિવિધ યોજનાઓની ટુંકી વિગતો તેમના વકતવ્યમાં વણી લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સભાસ્થળે આવ્યા બાદ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા ભરતડકે રસ્તે ઉભેલા નાગરિકોના ખબરઅંતર પુછી તેમના ઋજુ સ્વભાવનો આછેરો પરિચય આપ્યો હતો. વિતરાગ દર્શન ઉપાશ્રય ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ મહાસતીજીની શાતા પુછી હતી અને તેમની પાસેથી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૨.૫ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર ખાતે ૨૦૦૦ ચોરસ વાર જમીનમાં નિર્માણ પામેલી સતવારા સમાજની ગલ્ર્સ અને બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું હતું. તથા બિલ્ડીંગના પ્રાંગણમાં તકતી અનાવરણ અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ હોસ્ટેલમાંઙ્ગઙ્ગ૧૦૦ દીકરીઓ અને ૨૦૦ દીકરાઓના સમાવેશની ક્ષમતા છે. મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે યોજાયેલા યજ્ઞ સમારોહમાં પણ વિધિપૂર્વક સામેલ થયા હતા.

મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટયવિધિ સંપન્ન થઈ હતી. સતવારા સમાજના પ્રમુખશ્રી કાંતિભાઈએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

જિલ્લા કલેકટર  કે. રાજેશ તથા સતવારા સમાજના શ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ, શાલ તથા સ્મૃતિચિહન એનાયત કરી બહુમાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ દાતાશ્રી જસરાજભાઈ ચૌહાણ તથા સતવારા સમાજના પ્રગતિશીલ નાગરિકો, તેજસ્વી વિદ્યાર્થીઓ વગેરેનું સન્માન કર્યું હતું.

સ્વાગત પ્રવચન કાંતિભાઇ માસ્તરે અને આભારવિધિ ભરતભાઇ ડાભીએ કરી હતી. આ પ્રસંગે સાંસદ ર્ડા. મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કલેકટરશ્રી કે. રાજેશ, મુખ્ય દાતાશ્રી જશરાજભાઇ ચૌહાણ, અગ્રણી સર્વશ્રી શંકરભાઇ દલવાડી, બાબાભાઇ ભરવાડ, શંકરભાઇ વેગડ, મનહરસિંહ રાણા, વર્ષાબેન દોશી, કિરીટસિંહ રાણા, ધનરાજભાઇ કેલા, દિલીપભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, અનિરૂધ્ધસિંહ પઢિયાર, વિપીનભાઇ ટોલીયા, મેઘજીભાઇ કણઝરીયા, નરશીભાઇ રાઠોડ, જેરામભાઇ સોનગરા, વલ્લભભાઇ કારોલીયા, સંતગણ પૂ.આત્માનંદ સરસ્વતિબાપુ, પૂ.અંબારામદાસજી બાપુ, પૂ.કૃષ્ણાનંદજી બાપુ, પૂ.રામદાસ માતાજી, પદાધિકારી- અધિકારીશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં દલવાડી સામાજના ભાઇઓ- બહેનો ઉપસ્થિત રહયા હતાં.

(1:56 pm IST)