Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પોરબંદરના બોખીરામાં જુગાર રમતા ૩ મહિલાઓ ૬૮ હજાર રોકડ સાથે ઝડપાઇ

પોરબંદર, તા. ૬ : બોખીરામાં હોસ્પિટલ પાછળ રહેણાંક મકાનમાં તીનપતી જુગાર રમતા માલીબેન ભરત પરમાર (ઉ.૩પ), રે. જયુબેલી, તૃપ્તી રમેશ સવજાણી (ઉ.૩૬) રે. રાણીબાગ પાછળ તથા રૂડીબેન માલદે ભુતિયાને રોકડ રૂ. ૬૮પ૦૦ તથા એકટીવા (જીજેરપજે ૭૩૭૦) સહિત કુલ રૂ. ૧૦,૩પ૦૦ મુદામાલ સાથે પકડી પાડેલ છે.

જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ તથા જૂનાગઢ રેન્જ આઇજીશ્રી સુભાષ ત્રિવેદીની સુચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર પી.ડી. દરજી તથા પીએસઆઇ એચ.એન. ચુડાસમા તેમજ સ્ટાફના કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા, લાબીબેન, રૂપલબેન, રવિભાઇ, લખમણભાઇ, વિજયસિંહ, વિપુલભાઇ, મશરીભાઇ અમીતભાઇ, ગીરાભાઇએ જુગાર દરોડો પાડયો હતો. જુગાર રમતા ઝડપાયેલ મહિલાઓ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

(1:54 pm IST)