Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓમાં ઉગ્ર રોષ

વઢવાણ તા. ૬ :.. સમગ્ર રાજયમાં પાણી પુરવઠા વિભાગ ૧૯૮૧ થી અમલમાં આવ્યો છે. તેમ છતાં સરકારનાં અન્ય વિભાગોને મળતા લાભો પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓને ન મળતા રોષની લાગણી ફેલાઇ છે. આથી સમગ્ર રાજયના પાણી પુરવઠા બોર્ડના કર્મચારી સાથે વી. ડી. ઝાલા, પી. એમ. એરવાડીયા, રાજભા સહિત સુરેન્દ્રનગર જિલ્લાના કચેરીના કર્મચારીઓએ પણ આંદોલનના મંડાણ માંડયા છે.

જેમાં કર્મચારીઓની માંગ છે કે કર્મચારીઓ પ્રમોશન, એરીયર્સ, રજાનું રોકડમાં રૂપાંતર, જૂની પેન્શન પ્રથાનું અમલીકરણ જેવા અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે અને પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓએ પડતર માગણીઓ પુરી કરે તેવી લાગણી છે. તેમ છતાં પ્રશ્નનો હલ નહીં આવે તો તા. ૧ જૂનથી ૧પ સુધી કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. ત્યારબાદ તા. ૧પ ના રોજ કચેરી ખાતે ઉપવાસ પર ઉતરી સુત્રોચ્ચાર પણ કરશે. તા. ૧૬થી વર્ક ટુ રૂલ કામ કરશે. તેમ છતાં પ્રશ્નનો હલ નહીં આવે તો તા. ર૪ ના રોજ સામુહિક માલ સીએલ પર અને તા. ર જૂલાઇથી અનિશ્ચીત મુદતની હડતાલ ઉતરી જવાની કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે.

(1:53 pm IST)