Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીથી લાંબા અંતરની ટ્રેન, એરપોર્ટ સહિતના પ્રશ્ને સતત પ્રયત્નશીલ રહીશઃ વિનોદ ચાવડા

મોરબીમાં જ્ઞાતિ-સમાજ-સંસ્થાઓ દ્વારા સાંસદનુ સન્માન

મોરબી તા.૬: મોરબી ખાતે ગઇકાલે કચ્છ (મોરબી) ભાજપની સીટ પરથી સહિત બીજી વખત ૩ લાખથી પણ વધારે મતોની સરસાઇથી વિજેતા બનેલા સાંસદ વિનોદભાઇ ચાવડાનો અભિયાન સમારોહ યોજાયો હતો. આ તકે તેમણે મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પરિવારને પોતાને ૪૮ હજારથી વધારે મતોની આ વિસ્તારમાંથીસીડ અપાવવા  બદલ તમામ પાયાના કાર્યકરો, આગેવાનો મોરબીના મતદારાનો આભાર વ્યકત કર્યો હતો.

મોરબી શહેર ભાજપ દ્વારા મોટાપ્રમાણમાં મતોની સરસાઇ અપાવનારા બુથના કાર્યકરોનું આગેવાનોના હસ્તે સન્માન કરાયુ હતું. આ તકે સાંસદ વિનોદભાઇ ચાવડાનું પણ મોરબીની અનેક જ્ઞાતિ,સમાજ,સંસ્થાઓ દ્વારા ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાએ ઉપસ્થિત તમામને આવકારવા સાથે, જણાવ્યું હતું કે, મોરબી હમેશા ભાજપનો ગઢ રહ્યુ છે તે ફરી આ ચુંટણીએ સાબિત કરી દીધું, આવતા સમયમાં, આવનાર ચુંટણીઓમાં ભ્રષ્ટાચારમાં લીન કોંગ્રેસનું મોરબીમાં નામોનિશાન નહીં રહે અને ભરી સમગ્ર મોરબી પંથકમાં કેશરીયો લહેરાશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

પૂર્વ ધારાસભ્ય અને આ કાર્યક્રમના આયોજક કાંતિલાલ અમૃતિયાએ પણ પોતે હરહમેશા પ્રજાની સાથે હતા અને રહેશે તેમ જણાવવા સાથે આવતા સમયમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ત્રસ્ત મોરબીને કોગ્રંેસની ચુંગલમાંથી છોડાવવા વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ભારતમાં સૌથી મોટો સંસદીય વિસ્તાર ૪૫૦ કી.મી.માં ઝઝુમીને બીજીવખત ત્રણ લાખથી પણ વધારે મતોની સરસાઇથી વિજેતા બનેલા સાંસદ વિનોદભાઇ ચાવડાએ ૨૦૧૯ની ઐતિહાસિક ચુંટણી, મોદી સાહેબ ભાજપનો ભવ્યવિજયની છણાવટ કરવા સાથે મોરબી પ્રંથકની પ્રજા, કાર્યકરો અને પોતાને ખુબમાગદર્શન અને સહકાર આપનાર કાંતિભાઇ સહીત તમામનો આભાર વ્યકત કર્યો હતો. અને પોતાની ગ્રાંટમાંથી મોરબીના વિકાસ કાર્યો માટે પ્રથમ ચરણમાં જ રૂ.૪૨ લાખ વાપરવાની જાહેરાત કરી હતી. મોરબીથી લાબા અંતરની સીધી ટ્રેન મળે, મોરબીને એરપોર્ટ મળે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવા તેમજ જે જે કેન્દ્ર સરકારમાં આવતા ઉદ્યોગસહિતના કામોમાં બમણી ગતિથી પોતે કામ કરશે તેવી ખાત્રી આપી હતી.

નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની ભાજપની સરકારે દેશમાં પાંચ વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા, અમો પણ તેના સહભાગી બન્યા અને રાજકોટને એઇમ્સ સહિતની સુવિધાઓ અપાવવા માટે નરેન્દ્રભાઇનો આભાર વ્યકત કરવા સાથે રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ચુંટણીના પરિણામોમાં નરેન્દ્રભાઇની તમામ સ્તરના લોકો માટે હિતકારી યોજનાઓ વર્ણવી હતી. પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, કચ્છ જીલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ ધારાસભ્ય પરષોતમ સાબરીયા સહિત મોરબી-કચ્છ જીલ્લા ભાજપના આગેવાનો, તમામ મંડળના હોદેદારો વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.પી.જેસવાણી, હસુભાઇ પંડ્યાએ કર્યુ હતું. વ્યવસ્થા જયરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ કંજારીયા, રિષિય કૈલા સહિતના કાર્યકરોએ સંભાળી હતી.

(1:53 pm IST)