Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીના પીપળી ગામના યુવાને ગજાનંદ પાર્કને બનાવ્યું સુવિધાસભર

સીસીટીવી કેમેરાથી સુરક્ષિતઃ ૨૪ કલાક હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ

મોરબી, તા.૫:   મોરબીના સિરામિક ઝોનમાં વસેલા પીપળી ગામના યુવાને પીપળીના ગજાનંદ પાર્કને હરિયાળું અને રણીયામણું બનાવવાનું બીડું ઝડપ્યું હતું અને યુવાનના અથાગ પ્રયત્નોને પગલે ગજાનંદ પાર્ક વિસ્તારમાં વિકસિત શહેર જેવી સુવિધાઓ અને સુરક્ષાથી સુસજ્જ કરવામાં આવ્યું છે.

સમાજ સેવક તરીકે વિસ્તારમાં જાણીતા યુવાન જયદેવસિંહ જાડેજાએ પીપળી નજીકના ગજાનંદ પાર્કને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા તેમજ સુરક્ષા તેમજ સ્વચ્છતા નો અનેરો સંગમ કેળવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા જે મહેનતના પરિણામે ગજાનંદ પાર્ક સુવિધાઓથી સંપન્ન જોવા મળે છે જેમાં સંપૂર્ણ ગજાનંદ પાર્કને cctv કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. અને એ ગજાનંદ પાર્કમાં રહેતા કોઈ પણ લોકોને કોઈપણ સમસ્યા હોય તો ચોવીસ કલાક હેલ્પલાઇન નંબર પણ કાર્યરત છે તે ઉપરાંત પાણી અને એલીડી લાઇટની પણ સુવિધા આપવામાં આવી છે આટલેથી ના અટકતા ગજાનંદ પાર્કમાં હમેશા સ્વછતા અભિયાન ચાલુ રાખવામાં આવે છે. જેથી આ પાર્કની સ્વચ્છતા સૌ કોઈને આકર્ષે છે તો વળી ગજાનંદ પાર્કમાં કોઈપણ સમસ્યા હોય તો જયદેવસિંહ જાડેજા અને તેની ટીમ સતત કાર્યરત રહે છે. આમ એક યુવાન ધારે તો શું કરી સકે તેનું ઉત્ત્।મ ઉદાહરણ સેવાભાવી યુવાને પૂરું પાડ્યું છે અને પોતાના ગામ અને શહેરની સમસ્યાનો ઉકેલ એકબીજાના સાથ સહકારથી લાવી સકાય છે તે પણ યુવાને સિદ્ઘ કરી બતાવ્યું છે.

(1:52 pm IST)