Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીમાં અમીત ભાલોડીયાની હત્યામાં પિતરાઇ ભાઇ રાહુલ અને કાકા કિશોર રીમાન્ડ પર

બીજા બનાવમાં પર પ્રાંતીય પરિણીતા સાથે દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં રવી હડીયલ જેલ હવાલે

મોરબી તા ૬ :  મોરબીમાં બે દિવસમાં બે હત્યાના બનાવથી ચકચાર મચી ગઇ હતી જોકે બંને હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધા  હતા જેમાં યુવાન હત્યાના આરોપી પિતા-પુત્રને પોલીેસે તા.૦૭ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી વિગત મુજબ એમ.પી.ના ગીફટ આર્ટીકલ શો રૂમમાં અમિત ભાલોડીયા નામના યુવાનની તેના પિતરાઇ ભાઇ રાહુલ કિશોરભાઇ ભાલોડીયા અને કાકા કિશોરભાઇ ભાલોડીયાએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદને પગલે પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લઇને કોર્ટમાં રજુ કરતા તા.૦૭ સુધીના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે, તેમની હત્યામાં વપરાયેલી છરી કબજે લેવાઇ છે, તે ઉપરાંત અન્ય હત્યાના બનાવમાં સોમવારે સાંજે મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાંથી મુળ મધ્ય પ્રદેશના રહેવાસી કેપાબેન પંકેશભો મુણીયા (ઉ.વ.૨૫) નામની પરીણીતા સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી દેવાયો હતો, જે બનાવમાં 'બી' ડીવીઝન પોલીસે આરોપી રવિભાઇ બચુભાઇ હડીયલ (ઉ.વ.૨૨) (રહે. ગોકુલનગર શનાળા રોડ મોરબી) ને ઝડપી કોર્ટમાં રજુ કરતા તેને જેલ હવાલે કર્યો છે.

(1:52 pm IST)