Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં બાળકોની સલામતી માટે ટ્રેનીંગ વર્કશોપ સંપન્ન

શિક્ષણ વિભાગમાંથી મળેલા વિવિધ પરિપત્રો તેમજ સરકારના નિયમો અને સૂચનાઓ અનુસાર મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે શાળા સલામતી અંગે ટ્રેનીંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંતો દ્વારા મહત્વની માહિતી આપી ટ્રેનીંગ પૂરી પાડવામાં આવી હતી. બાળકોની સલામતી માટેના ટ્રેનીંગ વર્કશોપમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ, ફર્સ્ટ એડ કીટનો ઉપયોગ, અકસ્માતની પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય કેવી રીતે લેવા, કઈ કઈ જગ્યાએ અને વસ્તુઓમાં જોખમ રહેલું છે, ચોમાસા પહેલા લેવાના સાવચેતીના પગલાં, વિદ્યાર્થીઓને આકસ્મિક સમયે કામ એવી કેવી ટેકિનક શીખવવી સહિતની માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપમાં શિક્ષકો, આચાર્ય, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ સફાઈ કર્મચારી, વાહન વિભાગ સાથે સંકળાયેલ વ્યકિતઓ સહીત શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો શાળામાં બાળકોની સલામતી અંગે વિવિધ ટીમની રચના કરવામાં આવી હતી અને નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે.

(1:51 pm IST)