Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીમાં પર્યાવરણ દી'ને સ્વચ્છતા પદયાત્રા યોજાઇ

મોરબી, તા.૬: ૫ જૂન એટ્લે વિશ્વ પર્યાવરણ દિવસ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા સવારે 'એક અનોખી સ્વચ્છતા પદયાત્રા'નું આયોજન કરવામા આવ્યું હતું. જે પદયાત્રામાં સાંસદ મોહનભાઇ કુંડારીયા , ધારાસભ્ય બ્રિજેશ મેરજા, નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સેલર કે.પી.ભાગીયા, સિરામિક એસોસિયેસનના પ્રમુખ નિલેષ જેતપરિયા, મુકેશ ઉધરેજા, કિશોરભાઇ ભાલોડીયા, કિરીટ પટેલ, ઉધ્યોગપતિ જયંતિભાઈ ભૂત જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

 પદયાત્રા રેલી સ્વરૂપે મોરબી નવા બસસ્ટેન્ડથી લઈને ગાંધી ચોક બાપા સીતારામ ચોક થી સરદારની પ્રતિમા પહોંચી હતી 'ઘરે ઘરે સ્વચ્છતા'  હું પણ સ્વચ્છતા રાખીશ મોરબી શહેર ઉધ્યોગ મા નંબર -૧ અને સ્વચ્છતા મા ....? 'સ્વચ્છ મોરબી મારૂ મોરબી', 'વૃક્ષ વાવો એક ફાયદા મેળવો અનેકના નારા સાથે લોકો એ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં વડીલો, મહિલાઓ અને બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ મોરબી સ્વચ્છતા અભિયાન ને ઘરે ઘરે, જન જન સુધી, સોસાયટી સોસાયટી સુધી લઇ જવાનું છે એવા જાહેરમાં સંકલ્પ લીધા હતા. મોરબી શહર ને સ્વચ્છ બનાવવા માટે લોકો પાસેથી સૂચનો અને પ્રશ્નો લઈને સાંસદસભ્ય, ધારાસભ્ય, નગર સેવક અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ડ્રાફટ તૈયાર કરીને આપ્યો હતો.

(1:51 pm IST)