Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ધ્રાંગધ્રાના મેથાણમાં ન્યાય ન મળતા સરકારના પૂતળા સાથે રેલી કાઢે તે પહેલા ખેડૂતોની અટકાયત

વઢવાણ, તા. ૬ :. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે ખેડૂતોને ન્યાય ન મળતા મેથાણ ગામના ખેડૂતો દ્વારા અનોખી રીતે સરકારમાં વિરોધ દર્શાવ્યો છે.

ધ્રાંગધ્રા તાલુકાના આ મેથાણ ગામ ખાતે સમગ્ર ગામના ખેડૂતો સરકાર સામેના પડતર પ્રશ્નોને લઈને આજે રેલી કાઢવા માટે એકઠા થયેલા ખેડૂતોમાં આ પૂતળા સાથે ૪ વ્યકિત ખેડૂતોની અટકાયત કરવામાં આવેલ છે.

જ્યારે હાલ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ બદલે અટકાયત કરવામાં આવતા મેથાણ ગામનું વાતાવરણ તંગ બનવા પામ્યુ હતું, પરંતુ પોલીસ છાવણીમાં ફેરવાતા હાલ મામલો શાંત હોવાનું જાણ વા મળેલ છે.

(1:49 pm IST)