Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જામનગરના મોટી રાફુદડમાં અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ

રાધાકૃષ્ણની મૂર્તિ ઉઠાવીઃ બજરંગદાસ બાપાની મૂર્તિનું મસ્તક ખંડીત કર્યુઃ ગ્રામજનો દ્વારા ભારે આક્રોશઃ આવેદનપત્ર પાઠવાશે

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામે અસામાજિક તત્વો દ્વારા રાધાકૃષ્ણ મંદિર તથા બાપા સીતારામ મંદિરમાં તોડફોડ કરીને મૂર્તિઓ ખંડીત કરી છે જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર, સનત વાછાણી-લાલપુર)

જામનગર, તા. ૬ :. જામનગર જિલ્લાના મોટી રાફુદડ ગામમાં આવેલ મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરીને મૂર્તિઓ ખંડીત કરતા ખળભળ ાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામે ગત રાત્રીથી આજે સવાર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરમાં રહેલ મૂર્તિઓને ખંડીત કરી હતી.

આજે સવારે ગ્રામજનો જ્યારે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે રાધાકૃષ્ણની મૂર્તિ ઉઠાવી ગયા હતા તેમજ સંત બજરંગદાસ બાપાની મૂર્તિ ખંડીત થયેલી જોવા મળી હતી. જેથી આ વાતની જાણ વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા અસામાજિક તત્વો સામે ભારે રોષ ભભુકી ઉઠયો છે અને હિન્દુ સમાજની લાગણી દુભાતા ભકતજનો દ્વારા ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(12:45 pm IST)