Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

નકલી બિયારણથી બચવા ગોંડલ તાલુકા કિશાન સંઘની ચેતવણી

મોવિયા તા ૬ :  ખેડુત માટે બિયારણ ખરીદીનો સમય આવ્યો છે, અત્યારે ખેડુતો કપાસના તેમજ અન્ય પાકના બિયારણની ખરીદી કરી રહયા છે , ત્યારે  લે ભાગુ વેપારીઓ પૈસા કમાવવાની હોડમાં ખેડુતોને ગામડે આવીન ેકપાસનું નકલી બિયારણ બીલ વગરનું આપી જાય છે. સાથે સાથે ગામડાઓમાં ખેડુતોની મીટીંગ રાખી ચા પાણી નાસ્તા કરાવીને કપાસના નકલી બિયારણ ખેડુતોને આપી જાય છે.

ત્યારે ગોંડલ તાલુકાના કિશાન સંઘના ઉપપ્રમુખ જમનભાઇ કાલરિયાએ  બિયારણ ખરીદીના સમયે ખેડુતોએ સાવધાન થવાની જરૂર છે, કયાંક સસ્તુને નકલી બિલ વગરના બિયારણમાં સપડાઇ ન જવા જણાવેલ છે.

હલકી ગુણવત્તા અને નકલી બિયારણથી ચેતવા અંગે ભાર મુકતા ઉપપ્રમુખે ખેતીવાડુ ખાતુ પણ આ અંગે તપાસ કરતા રહે તે જરૂરી છે. ટુંકમાં સારા પ્રતિષ્ઠિત વેપારી પાસેથી બિલવાળુ બિયારણ ખરીદી કરવા વિનંતી કરે છે.

(11:58 am IST)