Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જેતપુરમાં વિશ્વ પર્યાવરણ દિને નગરપાલીકા દ્વારા રેલી નીકળી : પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપીલ

જેતપુર તા.૬ : વિશ્વ પર્યાવરણ દિવસ હોય જેતપુર નવાગઢ નગરપાલીકા દ્વારા સવારે સફાઇ કામદારો સાથે રેલી યોજી દરેકને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અને કચરો જયાં ત્યાં ન ફેકવા માટે અપીલ કરાઇ હતી અને કચરો એકત્રી કરવામાં આવેલ.

ગાર્ડનમાં પણ થયેલ કચરો સાફ કરી શહેરના મુખ્યમાર્ગો પર રેલી સ્વરૂપે કરેલ સાથે સાથે પેમ્પલેટ વિતરણ કરી પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ ન કરી કપડા અથવા કાગળની થેલીનો ઉપયોગ કરવા રીસાઇકલ થયેલ વસ્તુઓ વાપરવી જેવા સુચનો કરેલ. પાલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા તેમજ ચીફ ઓફીસર સી.બી.રબારીના માર્ગદર્શન હેઠળ તા.પ થી ૧૧ દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહ ઉજવવાનુ નકકી કરવામાં આવેલ છે.

(11:57 am IST)