Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

નેકનામ અને લજાઇમાં પોષણ જાગૃતિ

ટંકારા : તાલુકાના લજાઇ ગામે લજાઇ આંગણવાડી કેન્દ્રના મુખ્ય સેવિકા એમ.કે.જાડેજા તથા આંગણવાડી વર્કરો દ્વારા કિશોર કિશોરી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી હેલ્પર તથા કિશોરીઓના કરાયેલ. વાનગી નિદર્શન યોજાયેલ તેમજ કિશોરોઓને એચબી કેવી રીતે વધારવુ તથા પોષણ જાગૃતિ માટે માર્ગદર્શન આપેલ. નેકનામ ગામે પોષણ સપ્તાહની ઉજવણી કરાયેલ. આંગણવાડી વર્કર આશાવર્કર, સ્ટાફ મુખ્ય સેવિકાઓ દ્વારા સંયુકત રીતે પોષણ સપ્તાહની ઉજવણી કરાયેલ. હર્ષાબા સરવૈયા, નંદુબેન અજુડીયા, મુખ્ય સેવિકા સુધાબેન લશ્કરી સહિત હાજર રહેલ. પોષણ જાગૃતિ કાર્યક્રમની તસ્વીરો. (તસ્વીર : હર્ષદરાય કંસારા, ટંકારા)

(11:56 am IST)