Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જેતપુર રોયલ લાયન્સ કલબ દ્વારા અનોખો સેવાયજ્ઞ

તા.૬ : જેતપુર રોયલ લાયન્સ કલબ દ્વારા દર મહિને અસંખ્ય ગરીબ પરિવારની આંતરડી ઠરે તેવો અનોખો સેવાયજ્ઞ આદર્યો છે. જેતપુર રોયલ લાયન્સ કલબ તેના પૂર્વ ડી. ગર્વનરને શહેરના જાણીતા ઉદ્યોગપતિ ધીરૂભાઇ રાણપરીયાની રાહબરી તળે સેવાકીય કાર્યનો ધોધ વહાવી રહ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓ થી દર મહિને અસંખ્ય ગરીબને જરૂરીયાતમંદ પરિવારને એક મહિનાનુ રાશન આપવાનુ ઉમદા કાર્ય કરી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં પીડબલ્યુજી રાણપરીયા તથા લાયન્સ કલબના પૂર્વ અધિકારીઓ તથા રોયલ લાયનની યુવા ટીમ સેવાયજ્ઞમાં જોડાયેલ નજરે પડે છે.

(11:56 am IST)