Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હળવદના માથક ગામે મકાનમાંથી દેશી દારૂના જથ્થા સાથે પીન્ટુ કોળી પકડાયો

મોરબી એલસીબીનો દરોડો : ૭૦૦ લીટર દેશી દારૂ જીપમાં છૂપાવ્યો'તો : વીરપરની જયશ્રી પાટડીયાની શોધખોળ

મોરબી, તા. ૬ : હળવદના માથક ગામે એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો કરીને ઘરમાં રહેલી કારમાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત કરી ૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે લીધો છે.

રાજકોટ રેંજ આઇજી સંદીપસિંહ તેમજ જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી. જાડેજાની ટીમના રવિરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે આરોપી પીન્ટુ અશોક બોરણીયા કોળી (રહે. માથક)ના મકાનમાં દરોડો કરતા મકાનમાં રહેલ ગાડી મહિન્દ્રા ટીયુવીમમાંથી દેશી દારૂ લીટર ૭૦૦ કિંમત રૂ.૧૪૦૦૦ મળી આવતા એલસીબી ટીમે દેશી દારૂ તેમજ એક મોબાઇલ અને મહિન્દ્ર ગાડી કિંમત રૂ.૪ લાખ સહીત કુલ ૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્ય છે તેમજ આરોપી જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયા કોળી રહે. વીરપર તા. વાંકાનેર વાળાના કહેવાથી દેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત આપતા બંને વિરૂદ્ધ પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)