Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઉના તાલુકામાં ઇદની ઉજવણીઃ નમાજ બાદ સુરત અગ્નિકાંડના મૃતક વિદ્યાર્થીઓને અંજલી અર્પી

ઉના તા. ૬ : ઉના દેલવાડા નવાબંદરમાં ત્થા તાલુકા ભરમાં રમજાન ઇદ (ઇદ ઉલફિત્ર)ની ઉજવણી કરાઇ હતી. નમાજ બાદ સુરતના અગ્નીકાંડમાં મૃત્યુ પામેલ રર વિદ્યાર્થીઓના આત્માને શાંતિ માટે દુઆઓ કરી હતી.

સુન્ની મુસ્લીમ સમાજના પવિત્ર રમઝાન માસના ર૯ રોઝા પુરા થયેલ ચાંદના દર્શન થતા રમઝાન ઇદ (ઇદ ઉલફિત્ર) ની ભારે આસ્થા પૂર્વક ઉના શહેર દેલવાડા, નવાબંદર, તાલુકાભરમાં મુસ્લીમ બિરાદર ભાઇઓએ ઉજવણી કરી હતી સવારે મોટાપીરની દરગાહેથી વિશાળ ઝુલુસ ગીરગઢડા રોડ ઉપર રહિમનગરમાં આવેલ ઇદગાહે પહોંચી વિશેષ નમાજ સમુહમાં પડી હતી અને પ્રથમ સુરત મુકામે ટયુશન કલાસમાં આગ લાગતા રર માસુમ ભાઇઓ-બહેનો વિદ્યાર્થીઓએ જીવ ગુમાવી મૃત્યુ પામેલ તેમના આત્માને શાંતિ માટે દુઃઆઓ માંગી હતી ત્યાર બાદ એક બીજાને ગળે મળી ઇદમુબારક આપી હતી દેશમાંં સુખ-સમૃધ્ધિ, શાંતિ જળવાઇ રહે તે માટે ખાસ પ્રાર્થના કરી હતી. હિન્દુ સમાજના ભાઇઓ મુસ્લીમ સમાજના ભાઇઓને ઇદમુબારકની શુભેચ્છાઓ આપી હતી.

(11:46 am IST)