Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ભાવનગરના દેવેનભાઇ શેઠ એકલા હાથે

૩૦૦ કરોડના વાર્ષિક ટર્ન ઓવર છતા ટેમ્પોમાં પાણી લઇને વૃક્ષનો ઉછેર કરે છે

ભાવનગર, તા. ૬ : પર્યાવરણ બચાવવાનું જનુન કેટલુ હોય છે તે જાણવા દેશની અગ્રણી બ્રાન્ડ કાયમચૂર્ણવાળા ઉદ્યોગપતિ દેવેનભાઇ શેઠ જેમનું વારિર્ષક ટર્ન ઓવર ૩૦૦ કરોડ રૂપિયા હોવા છતાં વૃક્ષોના જતન માટે પૂરતો સમય કાઢી ભાવનગર શહેરને બેંગ્લોર જેવું હરિયાળુ બનાવવા માટે ભેખ ધરી લીધો છે.

છેલ્લા ત્રણ વર્ષોમાં દેવેનભાઇ શેઠે એકલા હાથે જજુમીને સાત હજાર જેટલા વૃક્ષોની ભેટ ભાવેણાનગરીને આપી છે. ગુજરાતમાં ગાંધીનગર બાદ ભાવનગર શહેરને ગ્રીનસીટી બનાવવા દેવેનભાઇનો સિંહફાળો છ, પરંતુ હાલ શહેરને રળિયામણું બનાવવા અને સખત ગરમી હોવાને કારણે પોતે રોજ છોટા હાથી પાણીનું ટેન્કર લઇને શહેરમાં રોજ વૃક્ષોને પાણી પર્યાવરણનું જતન કરે છે.

આ અભિયાન ચલાવવા ગ્રીનસીટી સંસ્થા બનાવી છે. આ ચોમાસામાં ર૦૦૦ લીમડા વાવી ભાવનગરને વધારે લીલુછમ કરવાની નેમ ધરાવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને નમ્ર વિનંતી કરી છે કે ઘરદીઠ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે જો દરેક કુટુંબ આનો અમલ કરે તો એક દિવસમાં ર લાખ કરતા વધુ વૃક્ષો ભાવનગરમાં વવાશે. ગ્રીનસીટીએ આજે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા એક વૃક્ષવાવો અને ઇનામ જીતોની યોજના બનાવી છે. કોઇપણ વ્યકિત પોતાના ઘર કે આજુબાજુ ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ વાવી તેનો મોબાઇલ દ્વારા ફોટો પાડી વોહટસઅપ કરવાનો રહેશે. વૃક્ષ વાવનાર વ્યકિતને ગ્રીનસીટી તરફથી અગિયાર હજાર સુધીના ઇનામો આપવામાં આવશે.

(11:44 am IST)