Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જયંતિ પર થયેલું દેવુ ભરવા માટે આંગડીયા લુંટનો આખો પ્‍લાન ઘડાયેલઃ એસપી હર્ષદ મહેતા

ઇન્‍ચાર્જ આઇજીપી સુભાષ ત્રિવેદી, રજા પર રહેલા ડીઆઇજી અશોક યાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ તંત્ર મેદાને ઉતરતા અશકયને શકય કરી બતાવ્‍યું : ગઢડા તાલુકાના ઉગામેડી રોડ પર થયેલી આંગડીયા લુંટનો ભેદ ગણત્રીના સમયમાં ઉકેલાવા પાછળની રસપ્રદ કથા

રાજકોટ, તા., ૬: ગઢડા તાલુકાના ઉગામેડી રોડ ઉપર આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લુંટ ચલાવનાર ૭ શખ્‍સો પૈકી પ શખ્‍સોને ગણત્રીના કલાકોમાં ઝડપી લઇ ૩૯ લાખ ર૮ હજારનો મુદામાલ કબ્‍જે કરવામાં પોલીસને જે સફળતા સાપડી તેમાં સમગ્ર ટીમ વર્ક અને ઇન્‍ચાર્જ રેન્‍જ વડા સુભાષ ત્રિવેદી તથા અશોકકુમાર યાદવે ફોન પર આવેલ માર્ગદર્શનને કારણે બોટાદ એસપી હર્ષદ મહેતા ટીમને આ સફળતા મળી હતી.  લુંટની ઘટનાની જાણ થતા જ એસપી હર્ષદ મહેતા દ્વારા જીલ્લાભરમાં નાકાબંધી કરવા સાથે તમામ મોબાઇલો કાળા કલરની કારને શોધવામાં કામે લાગી હતી. અંતે અલગ-અલગ ટીમો બનાવી બાઇક પર ભાગેલા શખ્‍સોને ઝડપી મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ.

બોટાદના એસપી હર્ષદ મહેતાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે પકડાયેલ આરોપી જેન્‍તી ગોરધન અને વિપુલ મકવાણા (રહે. મોટા સખપર) પોતાના ઘેર હીરાની ઘંટીઓ ચલાવે છે. જેન્‍તી ગોરધનભાઇ પર દેવુ થયેલ હોય આ દેવુ ભરવા માટે વિપુલ મકવાણા સાથે નક્કી કરી હીરા લુંટનો પ્‍લાન ઘડેલો. બજારમાં હીરા વેચી વધુ રૂપીયા કમાવાની યોજના હતી.  એસપી હર્ષદ મહેતા સાથે પોલીસ ટીમમાં ડીવાયએસપી ઝેડ.આર.દેસાઇ, સી.આર.મુંધવા, પીઆઇ એલસીબી એચ.આર.ગોસ્‍વામી તથા ટીમ પીએસઆઇ વી.એમ.કામળીયા તથા ટીમ પીઆઇ એલ.એન.વાઢીયા તથા ટીમ તથા રીઝર્વ પીએસઆઇ ડી.આર.ચૌહાણ ટીમ અને એસ.બી. કારેટીયા (પીએસઆઇ કયુ.આર.ટી. બોટાદ તથા ટીમ) સક્રિય રહેલ.

 

(11:34 am IST)