Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જૂનાગઢ એ. ડીવીઝન પોલીસ સ્‍ટેશનનાં લોકઅપમાં ત્રણ શખ્‍સોનો બખેડો-મારા મારી

લોકઅપમાં નશાખોર બકવાસ કરતા સામસામા આવી ગયા

જૂનાગઢ તા. ૬ :.. જુનાગઢ એ. ડીવીઝન પોલીસ સ્‍ટેશનની લોકઅપમાં ત્રણ શખ્‍સોએ બખેડો કરી મારામારી કરતાં દોડધામ મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં આઝાદ ચોક સ્‍થિત એ. ડીવીઝન પોલીસ સ્‍ટેશનની લોકઅપમાં ઇમરાન ઉર્ફે રણજીત નુરમહમદ ઉર્ફે મુન્નો મકરાણી જુનાગઢમાં ભનુ ગોગઠીભાઇ પરમાર (ધંધુસર) લખન દેવાભાઇ વદર નામનાં ત્રણ શખ્‍સોને જુદા જુદા ગુા સબબ રાખવામાં આવ્‍યા હતાં.

રાત્રે નશામાં ધુન ઇમરાન બકવાસ કરવા લાગતા તેની સાથે લોકઅપમાં રહેલા ભનુ અને લખન ઉશ્‍કેરાય ગયા હતાં. બંનેએ ઇમરાનને ફટકારી અધમુઓ કરી નાંખ્‍યો હતો.

લોકઅપમાં ત્રણેય શખ્‍સોએ મારામારી કરતાં પોલીસ સ્‍ટેશનમાં સનસની મરી ગઇ હતી. જો કે, ફરજ પરનાં પોલીસ કર્મીઓએ ત્રણેયને છૂટા પાડી બે આરોપીને અન્‍ય લોકઅપમાં મોકલી આપ્‍યા હતાં.

આ અંગે એએસઆઇ આર. એમ. સોલંકીએ ત્રણેય શખ્‍સો વિરૂધ્‍ધ પોલીસ લોકઅપમાં મારામારી કરવા સબબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:14 am IST)