Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

લાયન ફાઉન્‍ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

 માળીયા હાટીના લાયન ફાઉન્‍ડેશન દ્વારા હિતેનભાઇ કાનાબારની આગેવાની હેઠળ તેમની એક ટીમ દેવળીયા ગીર સફારી પાર્ક ખાતે પહોંચેલ. ત્‍યાં વનવિભાગના અધિકારીશ્રી સુત્રેજા દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ વન અધિકારીશ્રી સુત્રેજાના માર્ગદર્શનથી તેમની ટીમ પ્રતાપભાઇ કેશોદા અને સાથી મિત્રો આવેલ. લાયન ફાઉન્‍ડેશનના સભ્‍યો સાથે દેવળીયા પાર્કના ગ્રાઉન્‍ડમાં વૃક્ષા રોપણ કર્યું હતું. ત્‍યારબાદ સફારી પાર્કથી સાસણ રોડ સાઇટ પર પ્‍લાસ્‍ટિક સફાઇ કરવામાં આવી. આમ લાયન ફાઉન્‍ડેશન દ્વારા વનવિભાગના માર્ગદર્શન અને સહકારથી તા. પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સવારથી જ વૃક્ષા રોપણ. પ્‍લાસ્‍ટિક સફાય અને વિદ્યાર્થીઓને માહિતી સભર લેકચર દ્વારા પર્યાવરણ દિવસની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્‍વીર.

 

(10:45 am IST)