Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કાલાવડના નવાગામમાં જડેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ

સમુહ ભોજન પ્રસાદઃ રાત્રે ૯:૩૦ હરપાલદે અને બાબરો ભુત નાટક

નવાગામ, તા.૬: કાલાવડ તાલુકાના નવાગામે સંસ્કૃતિ પ્રચાર પ્રસાર તેમજ વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી જડેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન તારીખ ૭/૬/૨૦૧૯ને શુક્રવારે કરવામાં આવેલ છે. જેમાં કાર્યક્રમ પણ રાખેલ છે.

આમ તો ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામાં આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમજ્ઞે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવી જ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.

મહાદેવનાં શણગાર તથા પૂજનવિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં કુલો ધતુરી, બીલીપત્ર, રૂદ્રાશ શણગાર તચૈકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂ, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી. પથ્થરનાં ઓટલે ઝાડની નીચે ડુગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે.

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા સાકાર થાય છે. એવા ભગવાન શિવના પાટોત્સવમાં સહભાગી થવા સમગ્ર નવાગામ વાસી ઉત્સાહી જોવા મળ્યું છે.

કાર્યક્રમઃ તા. ૭/૬/૨૦૧૯ના રોજ સવારે ૬:૩૦ દેહસુધ્ધી, ૭:૩૦ ભગવાન શિવની પુજા અર્ચના, સવારે ૯:૦૦ કલાકે સર્વદેવ પુજા, ૧૦:૩૦ યજ્ઞ પ્રારંભ, બપોરે ૪:૩૦ કલાકે બિડુ અને ત્યાર બાદ સમુહ ભોજન પ્રસાદ અને રાત્રીના ૯:૩૦ કલાકે રાજકોટની સુપસિધ્ધ શ્રી ખોડિયાર યુવક મંડળી દ્વારા હરપાલદ ેઅને બાબરો ભુતનું નાટક રાખવામાં આવ્યું છે.

(10:33 am IST)